Mumbai
કેરાલા સ્ટોરીને નેશનલ એવોર્ડ સામે પુણે ફિલ્મ ઈન્સ્ટિમાં વિરોધ
By GS TEAM
4 Aug 20251 min read

વિદ્યાર્થી સંગઠને નિરાશાજનક નિર્ણય ગણાવ્યો
એક સમુદાયને બદનામ કરવા પ્રયાસ, પ્રચારને પુરસ્કૃત કરો તો પણ સત્ય નહિ બને
મુંબઇ - 'કેરાલા સ્ટોરી' ફિલ્મના ડાયરેક્ટર સુદીપ સેનને બેસ્ટ દિગ્દર્શકના નેશનલ એવોર્ડ સામે પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝિન ઈન્સ્ટિટયૂટમાં પણ વિરોધ થયો છે. વિદ્યાર્થી સંગઠને આ એવોર્ડને નિરાશાજનક ગણાવ્યો છે.
સંગઠને કહ્યું હતું કે આ ફિલ્મમાં કેરળની ખોટી છાપ ઉપજાવવામાં આવી છે. એક સમુદાયને બદનામ કરવાનો પ્રયાસ કરાયો છે. કોઈ પ્રચારાત્મક સામગ્રીને ઈનામ આપવાથી તે સત્ય બની જતી નથી.
ઉલ્લેખનીય છે કે અગાઉ કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને પણ આ ફિલ્મને એવોર્ડના નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કેરળને બદનામ કરવા માટે અને ધૃણા ફેલાવવા માટે જ આ ફિલ્મનું નિર્માણ કરાયું છે અને તેમાં નર્યાં જુઠ્ઠાણાં દર્શાવાયાં છે.








