Mumbai

રેરા પ્રોજેક્ટમાં કન્વેયન્સ ડીડ આપવાનું ફરજીયાત કરવાની દરખાસ્ત

By GS TEAM
14 Dec 20252 mins read
રેરા પ્રોજેક્ટમાં કન્વેયન્સ ડીડ આપવાનું ફરજીયાત કરવાની દરખાસ્ત

સુધારાનો હેતુ ફ્લેટ માલિકો,હાઉસિંગ સોસાયટીઓના હિતોનું રક્ષણ કરવાનો 

સુધારા મુજબ બિલ્ડરોએ ત્રણ માસમાં કન્વેયન્સ ડીડ આપવું પડશે

મુંબઇ -  મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્ર ઓનરશીપ ફ્લેટસ (રેગ્યુલેશન ઓફ ધ પ્રમોશન ઓફ કન્સ્ટ્રક્શન, સેલ, મેનેજમેન્ટ એન્ડ ટ્રાન્સફર) એકટ ૧૯૬૩માં એક સુધારો કરવાની દરખાસ્ત રાજ્ય વિધાનમંડળમાં રજૂ કરી છે. આ સુધારાનો હેતુ ફ્લેટ માલિકો તથા અન્ય એક કાયદા ધ રીઅલ્સ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એકટ ૨૦૧૬ કે રેરા હેઠળ ડેવલપ કરાયેલી હાઉસિંગ સોસાયટીઓના હિતોનું રક્ષણ કરવાનો છે.

સુધારીત મોફા (ધ મહારાષ્ટ્ર ઓનરશીપ ફ્લેટસ એકટ, ૧૯૬૩ મુજબ રેરા હેઠળ પ્રોજેક્ટ ડેવલપિંગ અને રીડેવલપિંગ કરતા બિલ્ડરો માટે ત્રણ માસમાં કન્વેયન્સ ડીડ આપવાનું ફરજીયાત કરાશે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના વડપણ હેઠળના રાજ્યના ગૃહ પ્રધાન એકનાથ શિંદેના વડપણ હેઠળના રાજ્યના ગૃહ ખાતાએ સુધારાની દરખાસ્ત રદૂ કરી છે.

રેરા મુજબ પણ ડેવલપરે ઓક્યુપેશન સર્ટિફિકેટ (ઓસી) મેળવ્યા બાદ ત્રણ મહિનામાં ઓસી આપવાનું હોય છે પરંતુ આ કાયદાનું પાલન નહીં કરનારા  બિલ્ડરો સામે ફોજદારી કાર્યવાહી કરવા માટે કોઇ જોગવાઇ નથી. પરિણામે છેલ્લા એક દાયકામાં રેરા હેઠળ પૂરા કરાયેલા અનેક પ્રોજેક્ટને કન્વેયન્સ મળ્યું નથી કે નથી તો તે ડીમ્ડ કન્વેયન્સને પાત્ર છે.

સુધારેલા મોફા મુજબ રેરા હેઠળ ડેવલપ કરાયેલા પ્રોજેક્ટ ડીમ્ડ કન્વેયન્સ મેળવવાને પાત્ર બનશે. મુંબઇમાં રેરા હેઠળ ડેવલપ કરાયેલા રીઅલ એસ્ટેટના હજારો પ્રોજેક્ટ છે. બિલ્ડર કે જમીન માલિક નિશ્ચિત સમય મર્યાદામાં કન્વેયન્સ આપવામાં નિષ્ફળ જાય તો કાનૂની પ્રક્રિયા દ્વારા હાઉસિંગ સોસાયટીને તેની પ્રોપર્ટીનું ડીમ્ડ કન્વેયન્સ આપવામાં આવે છે.