Mumbai

મુખ્ય સુત્રધાર અબ્દુલ જાફર સાથે જોડાયેલી 9 કરોડની સંપત્તિ જપ્ત

By GS TEAM
28 Sep 20252 mins read
મુખ્ય સુત્રધાર અબ્દુલ જાફર સાથે જોડાયેલી 9 કરોડની સંપત્તિ જપ્ત

આંતરરાષ્ટ્રીય લાલ ચંદનની દાણચોરી કરતી સિન્ડિકેટ   

આમાં વૈભવી રહેણાંક ફલેટ, ખેતીની જમીનો, લકઝરી વાહનો અને કૌટુંબિક સંપત્તિનો સમાવેશ 

મુંબઈ -  લાલ ચંદન દાણચોરીના કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ અબ્દુલ જાફર અને તેના સહયોગીઓ સાથે જોડાયેલી રુ. ૮.૬ કરોડની સંપત્તિ જપ્ત કરી છે.  લાલ ચંદનની રુ. ૬૩ કરોડની દાણચોરીના કેસના મુખ્ય સુત્રધાર જાફર પર મની લોન્ડરિંગ દ્વારા મળેલા પૈસાનો ઉપયોગ કરીને આ સંપત્તિઓ ખરીદવાનો આરોપી છે. જપ્ત કરાયેલી સંપત્તિઓમાં સ્થાવર મિલકતો અને લકઝરી કારનો સમાવેશ થાય છે.

હાલમાં ન્યાય કસ્ટડીમાં બંધ જાફરે કથિત રીતે રુ. ૬૩.૬૪ કરોડની કિંમતની ૧૫૯.૧૧ મેટ્રિક ટન લાલ ચંદનની દાણચોરીનો મુખ્ય સુત્રધાર હતો. જે કાયદેસર માલ તરીકે ખોટી રીતે જાહેર કરાયેલા ૧૩ નિકાસ કન્સાઈન્મેન્ટ દ્વારા લાલ ચંદનનો જથ્થો મોકલાવમાં આવ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ૨૨ મે ૨૦૨ના રોજ   ઈડીએ જાફરના ઘર અને ઓફિસો પર દરોડો પાડયો હતો. આમાં દસ્તાવેજો, મિકલતના રેકોર્ડ અને તેના મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. તે જ દિવસે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ ૨૦૦૨ની કલમ ૧૯ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી.

વધુમાં ઈડીએ ચેન્નઈમાં વૈભવી રહેણાંક ફલેટ, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુમાં અને તિરુવલ્લુરમાં આવેલી મિલકતો સહિત સ્થાવર અને જંગમ સંપત્તિઓ, તેમજ લક્ઝરી વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા.

તપાસકર્તાઓનો આરોપ છે કે આ સંપત્તિઓ મની લોન્ડરિંગ ફંડ દ્વારા હસ્તગત કરવામાં આવી હતી અને ગેરકાયદે સંપત્તિને કૌટુંબિક સંપત્તિ તરીકે છુપાવવા માટે જાફરની પત્ની, બાળકો અને નજીકના સહયોગીઓના નામે જાણી જોઈને નોંધણી કરવામાં આવી હતી.

ઈડીની તપાસમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે જાફર લાલ ચંદનની દાણચોરીમાંથી મેળવેલા નફાને રિયલ એસ્ટેટ, વ્યવસાયિક જગ્યાઓ, ખેતીની જમીન અને લકઝરી કારમાં દાણચોરી કરવામાં આવી હતી. આ ભંડોળ તેની પેઢી, મેસર્સ એએફ એન્ટરપ્રાઈઝ દ્વારા મની લોન્ડરિંગ કરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો. 

 શરુઆતમાં નાગપુરના ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા આ કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં જાફરને દુબઈમાં લાલ ચંદનની દાણચોરી કરતી સિન્ડિકેટના મુખ્ય સુત્રધાર તરીકે ઓળખાવવામાં આવી હતી. ડીઆરઆઈએ સ્પોન્જ આયર્નના વેશમાં લાલ ચંદનથી ભરેલા કન્ટનેરને અટકાવ્યા બાદ કસ્ટમ્સ એક્ટ ૧૯૬૨ હેઠળ જોગવાઈઓ તેમજ આઈપીસીની અનેક કલમો લાગુ કરી હતી.

બે ઓક્ટોબર ૨૦૧૬ના રોજ ડીઆરઆઈ અધિકારીઓએ નાગપુરના ઈનલેન્ડ કન્ટેનર ડેપો (આઈસીડી) ખાતે એક કન્ટેનરને અટકાવ્યું હતું અને ૧૪.૦૫ ટન વજનના ૧૩૨૪ લાલ ચંદન જપ્ત કર્યા હતા. ત્યારબાદ બે વાર જપ્ત કરવામાં આવ્યો હતો. રાયપુરના એક વેરહાઉસમાંથી ૧૧ ટન અને ન્હાવા શેવા બંદર પર એક કન્ટેનરમાંથી ૧૭.૦૬ ટન ત્રણેય કન્સાઈનમેન્ટને સ્પોન્જ આયર્ન જાહેર કરવામાં આવ્યા હતા. આ બાદ બાતમીના આધારે ઈડીએ તપાસ હાથ ધરી હતી અને આ મામલે કાર્યવાહી કરી હતી.