Get The App

નિર્માતા એમ એમ બેગનો મૃતદેહ મળ્યોઃ પડોશીઓને ગંધ આવ્યા બાદ જાણ થઈ

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News
Google News
નિર્માતા એમ એમ બેગનો મૃતદેહ મળ્યોઃ પડોશીઓને ગંધ આવ્યા બાદ જાણ થઈ 1 - image

એક સમયની લોકપ્રિય બાળ કલાકાર બેબી ગુડ્ડુના પિતાનું મોત

દુર્ગધને પગલે પડોશીઓએ પોલીસને જાણ કર્યા બાદ પોલીસ ટીમે દરવાજો ખોલ્યોઃ કેટલાય દિવસોથી બહાર દેખાયા ન હતા

મુંબઇ : 76 વર્ષીય પીઢ ફિલ્મ નિર્માતા એમએમ બેગ બુધવારે મોડી રાત્રે તેમના અંધેરી લોખંડવાલા સ્થિત નિવાસસ્થાને મૃતાવસ્થામાં મળી આવ્યા હતા. તેઓ  છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તેમના ઘરમાંથી  દુર્ગંધ આવતી હોવાથી પાડોશીઓએ આ વાતની જાણ પોલીસને કરી હતી ત્યારબાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને દરવાજો ખોલ્યો ત્યારે બેગ મૃતાવસ્થામાં મળી આવ્યા હતા. આ બાબતે પોલીસે આકસ્મિક મૃત્યુ અહેવાલ (એડીઆર) નોંધી તેમના મૃતદેહને કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

આ બાબતે ઓશિવારા પોલીસ મથકના સિનિયર ઇન્સ્પેકટર સંજય ચવ્હાણે જણાવ્યું હતું કે તેઓ ઘણા સમયથી બીમાર હતા અને ઘરમાં એકલા રહેતા હતા. તેમનો પરિવાર દુબઇ ગયો હતો અને તેમણે બેગનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તેઓ કોઇ પ્રતિસાદ આપી રહ્યા નહોતા. તેમના પબ્લિસિસ્ટ હનીફ ઝવેરીએ  મીડિયાને જણાવ્યું હતું કે તેઓ ઘણા સમયથી બીમાર હતા અને છેલ્લા ચાર-પાંચ દિવસથી ઘરની બહાર નીકળ્યા નહોતા. તેમના ઘરમાંથી દુર્ગંધ આવતી હોવાથી પાડોશીઓએ પોલીસને જાણ કર્યા બાદ પોલીસે દરવાજો ખોલાવ્યો ત્યારે બેગનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાર બાદ તેમના પરિવારને આ વાતની જાણ કરવામાં આવી હતી અને ગુુરુવારે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થયા બાદ તેમનો પરિવાર દુબઇથી મુંબઇ આવવા રવાના થયો હતો.

એમ. એમ. બેગની  હિન્દી ફિલ્મોની એક સમયે લોકપ્રિય બાળ કલાકાર બેબી ગુડ્ડુના પિતા હતા.