ભંડારા જિલ્લામાં કુપોષણની ગંભીર સમસ્યા 3600 બાળકોને પૌષ્ટિક આહાર નથી મળતો

મહારાષ્ટ્રના
પૂર્વ વિદર્ભમાં ભયાવહ ચિત્ર
ભંડારા, ગોંદિયા, ગઢચિરોળી જિલ્લાનાં ગામડાંમાં
ગરીબી, અપૂરતો આહાર,અપૂરતી આરોગ્ય
સુવિધા વગેરે સમસ્યા ભારે ચિંતાજનક છે
મુંબઈ
- મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારના ભંડારા જિલ્લામાં કુપોષણની
સમસ્યા ચિંતાજનક બની રહી છે. ખાસ કરીને ભંડારા જિલ્લાના પૂર્વ હિસ્સામાં
કુપોષણના વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં
વિદર્ભની કુપોષણની સમસ્યા વિશે અખબારોમાં
અવારનવાર ઉલ્લેખ થતો રહે છે.
ભંડારા
જિલ્લા પરિષદનાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે જિલ્લામાં તીવ્ર કુપોષણથી ૬૩૮બાળકો , જ્યારે મધ્યમ કક્ષાનાં
કુપોષણથી ૩,૬૫૩ બાળકો પીડાઇ રહ્યાં છે.
ભારત
સરકારના મહિલા અને બાળ કલ્યાણ
વિભાગનાં સરકારનાં સૂત્રોના કહેવા મુજબ
મહારાષ્ટ્રમાં લગભગ છ(૬) લાખ કરતાં પણ વધુ બાળકો કુપોષણથી પીડાઇ રહ્યાં છે.
આમાંનાં ૪.૫ લાખ બાળકોની પરિસ્થિતિ અતિ ગંભીર છે. ખાસ કરીને મહારાષ્ટ્રના ભંડારા, ગોંદિયા, ગઢચિરોળી જિલ્લાનાં ગામડાંમાં
ગરીબી, અપૂરતો આહાર,અપૂરતી આરોગ્ય
સુવિધા વગેરે સમસ્યા ભારે ચિંતાજનક છે.
વિદર્ભની આ તમામ સમસ્યાના ઉકેલ માટે મહારાષ્ટ્ર
સરકારે ૧,૪૦૦
કરોડ રૃપિયા ફાળવીને આંગણવાડી દ્વારા બાળકોને આરોગ્યપ્રદ આહાર, તબીબી સુવિધા, ઉત્તમ શિક્ષણની વ્યવસ્થા કરી
છે.ભંડારા જિલ્લાને કુપોષણની સમસ્યાથી સદાય માટે મુક્ત કરવા વ્યવસ્થા કરી છે.
સાથોસાથ આંગણવાડી દ્વારા પૌષ્ટિક આહાર, જન જાગૃતિ, તબીબી ઉપચારની સઘન ઝુંબેશ પણ શરૃ કરવામાં આવી છે.
મહત્વની
બાબત તો એ પણ છે કે આંગણવાડીઓ દ્વારા
બાળકના ઉત્તમ સ્વાસ્થ્ય માટે
માતાનું સ્તનપાન ઉત્તમ છે એવી ઝુંબેશ પણ શરૃ કરવામાં આવી છે. માતાઓને ખાસ
પ્રકારનું શિક્ષણ અને સમજણ આપવામાં આવે છે. જિલ્લામાં ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરો
પણ શરૃ કરવામાં આવ્યાં છે.
ભંડારા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કુપોષણની અને તબીબી સહાયની કેવી પરિસ્થિતિ અને કેવી સુવિધા છે
તેની આંકડાકીય વિગતો મુજબ ભંડારા તાલુકામાં ૧૨૮, લાખની તાલુકામાં ૧૪૩,સાકોલી તાલુકામાં ૮૦, તુમસર તાલુકામાં ૬૧, લાખાંદૂરમાં ૮૫, મોહાડીમાં ૪૮ બાળકો કુપોષણથી પીડાઇ
રહ્યાં છે.
ઉપરાંત, ભંડારા તાલુકામાં
૧૦૬૦ બાળકો મધ્યમ કક્ષાના કહી શકાય તેવા
કુપોષણથી પીડાઇ રહ્યાં છે. લાખની તાલુકામાં ૬૨૪, તુમસર
તાલુકામાં ૪૧૩, લાખાંદૂર તાલુકામાં ૩૮૫, સાકોલી તાલુકામાં
૩૬૧,મોહાડી તાલુકામાં ૧૦૬ બાળકો આ સમસ્યાથી પીડાઇ રહ્યાં છે.









