Get The App

આચાર્યએ વાલીને કહ્યું, તમારી પત્નીને મારી પાસે મોકલો, તમે કમાવા પર ધ્યાન આપો

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
આચાર્યએ વાલીને કહ્યું, તમારી પત્નીને મારી પાસે મોકલો, તમે કમાવા પર ધ્યાન આપો 1 - image

ફી વધારા વિશે રજૂઆત કરવા ગયેલા વાલીઓ સાથે અભદ્ર  કોમેન્ટ

બોરિવલીની વિટ્ટી ઈન્ટરનેશનલ દ્વારા ૪૮ ટકા ફી વધારા સામે રોષ, રાજ્ય સરકારે તપાસ કમિટીની રચના કરી

મુંબઈ - બોરિવલીની વિટ્ટી ઈન્ટરનેશનલ શાળામાં ફી વધારા મુદ્દે રજૂઆત કરવા ગયેલા વાલીઓ સાથે શાળાના આચાર્ય દ્વારા અશ્લીલ ટિપ્પણીઓ કરાતાં ભારે રોષ ફેલાયો છે. ૩૦૦થી વધુ વાલીઓએ શાળા દ્વારા લાદવામાં આવેલા ૪૮ ટકા ફી વધારા સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેઓ વ્યક્તિગત રજૂઆત માટે શાળામાં ગયા ત્યારે આચાર્ય દ્વારા એક વાલીને તમે તમારી પત્નીને મારી પાસે મોકલો અને તમે કમાવા પર ધ્યાન આપો  તેવી ટિપ્પણી કરી હતી. 

 શાળામાં ઓરિએન્ટેશન મીટિંગ દરમિયાન એક વિદ્યાર્થીના પિતાએ શાળા ફીમાં વધારા સામે વાંધો ઉઠાવ્યો હતો અને પૂછ્યું હતું કે ફી આટલી કેમ વધારવામાં આવી છે?

આ પ્રશ્નનો જવાબ આપતા શાળાના પ્રિન્સિપાલે કથિત રીતે તે શખ્સને કહ્યું હતું કે તમે તમારી પત્નીને મારી પાસે મોકલો અને તમે પૈસા કમાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો.  આવા જવાબોથી ચોંકી ઉઠતા અન્ય વાલીઓએ  પણ રોષ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મિડીયા પર વાયરલ થયો હતો.

વધુમાં એક જ વર્ગમાં ભણતા વિદ્યાર્થીઓ પાસેથી અલગ અલગ ફી વસૂલવામાં આવી રહી હોવાનો આરોપ છે.

વાલીઓએ સ્થાનિક ધારાસભ્ય સંજય ઉપાધ્યાયને આ અંગે રજૂઆતો કરતાં તેમણે રાજ્ય સરકારમાં રજૂઆતો કરી હતી. આ સંદર્ભમા વિદ્યાર્થીઓ અને વાલીઓની ફરિયાદોને ગંભીરતાથી લેતા મહારાષ્ટ્ર સરકારે વિટ્ટી ઈન્ટરનેશનલ અને વર્લ્ડ સ્કૂલ બોરિવલી (પશ્ચિમ) સામે કાર્યવાહી શરુ કરી છે.  વધુમાં આ મામલે મહારાષ્ટ્ર  સરકાર શિક્ષણ વિભાગ દ્વારા એક તપાસ સમિતિની પણ સ્થાપના કરવામાં આવી છે. જે આ શાળા સામે સત્તાવાર તપાસ હાથ ધરશે. વધુમાં પ્રિન્સિપાલની આવી અયોગ્ય અને અશ્લીલ ટિપ્પણી અંગે પણ તપાસ કરવામાં આવશે. તેમ ધારાસભ્યે સોશિયલ મિડીયા પર એક પોસ્ટ કરીને જણાવ્યું હતું.