Get The App

નક્કી થયા સિવાયની જગ્યાએ શ્વાનને ખવડાવતાં રોકવું એ ગુનો નથીઃ હાઈકોર્ટ

Updated: Dec 24th, 2025

GS TEAM

Google News
Google News
નક્કી થયા સિવાયની જગ્યાએ શ્વાનને ખવડાવતાં રોકવું એ ગુનો નથીઃ હાઈકોર્ટ 1 - image

મહિલા અને મિત્રોને રોકતા રહીશ સામ થયેલી ફરિયાદ રદ 

ગુનાઈત ઈરાદે નહિ પરંતુ બાળકોની સલામતી સુનિશ્ચિત કરવા અટકાવ્યા હોવાનું અદાલતે નોંધ્યું

મુંબઈ -  નક્કી ન કરાઈ હોય તેવી જગ્યાએ કોઈ શ્વાનને ખાવાનું આપતું હોય તો તેને તેમ કરતાં રોકવી એ કાયદાકીય રીતે ખોટી રીતે અટકાવવું અથવો તો અવરોધ સર્જ્યો એમ કહી શકાય નહીં, એમ બોમ્બે હાઈકોર્ટે જણાવ્યંુ છે.

હાઉસિંગ સોસાયટીના ગેટ પર મહિલા અને તેના મિત્રોને શ્વાનને ખવડાવવાથી અટકાવવા બદલ પુણેના ૪૨ વર્ષીય રહેવાસી સામે થયેલા ફોજદારી કેસને કોર્ટે રદ કર્યો હતો. ફૂટપાથ, સોસાયટીના પ્રવેશ દ્વાર કે સ્કૂલબસ સ્ટોપ પર શ્વાનને ખવડાવવાથી અટકાવવા એને કાયદા હેઠળ અવરોધ ઊભો કર્યો હોવાનું તથા ખોટી રીતે અટકાવવામાં આવ્યાનું કહી શકાય નહીં એમ અદાલતે જણાવ્યું હતું. 

આરોપીએ ફરિયાદીને જણાવ્યું હતું કે તેઓ શ્વાનને ખવડાવી રહ્યા છે એ જગ્યા ફીડિંગ સ્પોટ નથી, એમ પણ કોર્ટે નોંધ્યું હતું. આરોપીનું કહેવું કોઈ ગુનાહિત ઈરાદો નહોતો પણ બાળકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે હતો. શ્વાન દ્વારા હુમલાના બનાવો બની રહ્યા છે અને આરોપીએ આ હેતુસર ફરિયાદીને અટકાવી હતી આવા કૃત્યને કોઈ રીતે ગેરકાયદે કહી શકાય નહીં, એમ કોર્ટે નોંધ કરી હતી.