Get The App

પ્રીતિ ઝિન્ટાએ 18 કરોડમાં મુંબઈનો ફલેટ વેચ્યોે

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
પ્રીતિ ઝિન્ટાએ 18 કરોડમાં મુંબઈનો ફલેટ વેચ્યોે 1 - image

1700 ચોરસ ફૂટના ફલેટનો સોદો કર્યો 

બિલ્ડિંગ  રિડેવલપમેન્ટમાં જતાં તેના ભાગરુપે ફલેટ મળ્યો હતો

મુંબઇ - પ્રીતિ ઝિન્ટાએ  મુંબઇના પાલી હિલ વિસ્તારનો પોતાનો ૧૭૦૦ થી વધુ સ્કે.ફૂટનો ફ્લેટ ૧૮.૫ કરોડમાં વેંચ્યો છે. 

આ ફલેટ  બિલ્ડિંગના ૧૧મા માળ પર આવેલો હતો. તેણે આ ફલેટ ખરીદ્યો ન હતો. પરંતુ,  આ ફ્લેટ તેને ૨૦૨૩માં બિલ્ડિંગના રિડવેલપમેન્ટ પ્રોજેક્ટના  ભાગરુપે મળ્યો હતો. પ્રીતિ ભારત ઉપરાંત અમેરિકામાં પણ પ્રોપર્ટી ધરાવે છે. આ ફ્લેટ સાથે ત્રણ  પાર્કિગનો પણ સમાવેશ છે. 

આ ફ્લેટનું રજિસ્ટ્રેશન બીજી  માર્ચના રોજ થયું હતું. જેના માટે ૧.૧૧ કરોડ રૃપિયા સ્ટેમ્પ ડયુટી  ચૂકવવામાં  આવી હતી.