Mumbai

શિર્ડીમાં ભક્તોને લૂટાતાં અટકાવવા પ્રસાદ- ફૂલનું રેટ કાર્ડ

By GS TEAM
1 Jul 20252 mins read
શિર્ડીમાં ભક્તોને લૂટાતાં અટકાવવા પ્રસાદ- ફૂલનું રેટ કાર્ડ

દરેક દુકાને રેટકાર્ડનો અમલ ફરજિયાત

50 રુપિયાની ચીજના ૫૦૦ રુપિયા લેવાતા હોવાની ફરિયાદો બાદ પગલુ

મુંબઈ -  શિર્ડીમાં સાઈબાબાના દર્શને આવતા દેશ- વિદેશના ભક્તો પાસેથી ફૂલ-હાર અને પ્રસાદ માટે અનેકગણી વધુ રકમ પડાવવાના વધતા જતા કિસ્સા સામે આવતા આ બધી ચીજો સમાન દરે વેંચવામાં આવે એ માટે રેટ- કાર્ડ તૈયાર કરવામાં આવ્યું છે.

શિર્ડી નગરપાલિકા,  શિર્ડી સાઈબાબા સંસ્થાન અને પોલીસે આ પહેલ કરી છે.  કોઈપણ તીર્થસ્થાનમાં પ્રસાદ અને ફૂલ- હાર તેમજ પૂજાની સામગ્રી માટેનું દરપત્રક તૈયાર કરવામાં આવ્યું હોય એવી આ કદાચ પહેલી જ ઘટના છે.  નિગરપાલિકાએ વેપારીઓ અને દુકાનદારોની મીટીંગ બોલાવી હતી અને ચર્ચા- વિચારણા કરી ફૂલહાર, પ્રસાદ, શાલ અને પૂજા સામગ્રીનું રેટ- કાર્ડ તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે દુકાનદારોએ આ રેટ- કાર્ડ ગ્રાહક વાંચી શકે એ રીતે દુકાન ઉપર ડિસ્પ્લે કરવું પડશે અને એ ભાવપત્રક પ્રમાણે જ પૈસા લેવા પડશે.

શિર્ડીમાં સાઈબાબાના મંદિરની આસપાસની દુકાનોમાં પૂજાના થાળ, ફૂલ- હાર, ગુલાબના ફૂલ, શાલ, સાકરદાણા- રેવડીનો પ્રસાદ વગેરે વેંચાય છે. અત્યાર સુધી ભક્તો પાસેથી મનફાવે એટલા પૈસા પડાવવામાં આવતા હતા. ૫૦ રૃપિયાની પૂજાની ઠાળના ૫૦૦ રૃપિયા ઉસેડી લેવામાં આવતા હતા. ભક્તોની થતી ઉઘાડી લૂંટ ડામવા આ પગલું લેવાયું છે. આ સામગ્રી સહિત લગભગ ૩૫ ચીજોના ભાવ દર્શાવતું રેટ- કાર્ડ સર્વસંમતીથી તૈયાર કરવામાં આવ્યું છે.

નવું દરપત્રક

સામગ્રી વજન/ પ્રમાણ કિંમત

મિક્સપ્રસાદ ૨૫૦ ગ્રામ ૫૦ રૃા.

રેવડી ૨૫૦ ગ્રામ ૬૫ રૃા.

ગલગોટાના ફૂલનો લંબાઈ ૧.૬ ફૂટ ૨૦ રૃા.

નાનો હાર

ગુલાબનો ગુચ્છો ત્રણ ફૂલ રૃા.૧૦

ગુલાબ- ગલગોટાના બે ફૂટ ૭૫ રૃા.

ફૂલનો મોટો હાર