પ્રજ્ઞા ઠાકુર, અન્યો સામે ટાડા અને હત્યાના આરોપ હેઠળ કાર્યવાહી થઇ હતી

માલેગાવ વિસ્ફોટ કેસ
મુંબઇ - આ કેસમાં ટાડા (ટીએડીએ) અને હત્યા અને ગુનાહિત કાવતરાની આઇપીસીના સેક્શન હેઠળ સાત વ્યક્તિ સામે અદાલતી કાર્યવાહી થઇ હતી. ૨૦૦૮ માલેગાવ વિસ્ફોટ કેસ ત્રાસવાદ અંગેનો લાંબો સમય ચાલેલા કેસોમાંથી એક હતો. જમણેરી પાંખના અંતિમવાદીઓએ વિસ્ફોટ કર્યો હતો અને આપવિત (હિંદુ રાષ્ટ્ર)ની સ્થાપના કરવાની તેમનો ઇરાદો હતો તેવો આક્ષેપ ફરિયાદ પક્ષે કર્યો હતો. આ કેસમાં ૧૪ વ્યક્તિઓની ધરપકડ થઇ હતી પણ ફક્ત સાત સામે કાર્યવાહી થઇ હતી. ચાર્જિસ ઘડતી વખતે બાકીના સાતને કેસમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
આ કેસમાં સાતે આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. આ સાત આરોપીઓ સામે અદાલતી કાર્યવાહી થઇ હતી. ૧. પ્રજ્ઞાાસિંહ ઠાકુર ઃ મહારાષ્ટ્ર એટીએસ દ્વારા ઓક્ટોબર ૨૦૦૮માં તેમની ધરપકડ કર વામાં આવી હતી. જે મોટર સાઇકલ પર બોમ્બ રાખવામાં આવ્યો હતો તે તેમના નામમા નોંધાયેલી હતી તેવો આક્ષેપ કરવ ામાં આવ્યો હતો. ભોપાલમાં ઠાકુરે સહઆરોપીઓ સાથે બેઠક કરી હતી અને તેમાં મુસ્લિમ સમાજ સામે બદલો લેવાની વાત થઇ હતી. તેવો દાવો ફરિયાદ પક્ષે કાર્યો હતો. વિસ્ફોટ કરવા માણસો આપશે તેવું ઠાકુરે કથિત રીતે આ બેઠકમાં કહ્યું હતું.
એનઆઇએએ કેસની તપાસ હાથ ધરી હતી તે પછી ૨૦૧૬માં એનઆઇએએ ઠાકુરને ક્લીન ચીટ આપવ ાના પ્રયત્ન કર્યા હતા. પણ ઠાકુરે કાર્યવાહીનો સામનો કરવો પડશે તેવું સ્પેશિયલ કોર્ટે કહ્યું હતું. ઠાકુરે જેલમાં આઠ વર્ષથી વધુ સમય રહેવું પડયું હતું તે પછી ૨૫ એપ્રિલ, ૨૦૨૭મીએ બોમ્બે હાઇકોર્ટે તેમને જામીન આપ્યા હતા. ૨. પ્રસાદ શ્રીકાંત પુરોહિત ઃ ભારતીય સૈન્યમાં લેફ કર્નલ તરીકે ફરજ બજાવતા પુરોહિતની એટીએસએ ધરપકડ કરી હતી. વિસ્ફોટ કરવાનું કાવતરું ઘડાયું હતું તેવી બેઠકોમાં તેમણે ભાગ લીધો હતો તેવો તેમના સામે આક્ષેપ થયો હતો. નવેમ્બર ૨૦૦૮માં પુરોહિતની ધરપકડ થઇ હતી અને સપ્ટેમ્બર ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. પૂછપરછ દરમિયાન એટીએસના વરિષ્ઠ અધિકારીએ તેમને શારીરિક યાતનાઓ આપી હતી તેવું પુરોહિતે કોર્ટ સમક્ષના અંતિમ નિવેદનમાં કહ્યું હતું. તેમની સામે ખોટો કેસ કરાયો હતો તેવું તેમણે કહ્યું હતું. ૩. રમેશ ઉપાધ્યાય ઃ સૈન્યમાંથી મેજર તરીકે નિવૃત્ત થયેલા ઉપાધ્યાય સામે ભોપાલમાં યોજાયેલી બેઠકમાં ભાગ લેવાનો આક્ષેપ મૂકાયો હતો. હિન્દુ રાષ્ટ્ર ઘડવા માટે પ્રયાસો કર્યાનો આરપો હતો.૪. સમીર કુલકર્ણીઃ કાવતરાની વિવિધબેઠકોમાં હાજરી આપ્યાનો દાવો ફરિયાદ પક્ષે કર્યો હતો. ૫. અજય રાહીરકર ઃ અભિનવ ભારતના ખજાનચી રાહીરકર સામે શસ્ત્રો અને વિસ્ફોટકો માટે ભંડોળ ઉભુ કરવાનું અને સહઆરોપીઓને વહેંચવાનો આરોપ તેમની સામે મૂકાયો હતો. બીજી નવેમ્બર, ૨૦૦૫મીએ તેમની ધરપકડ થઇ હતી અને ૧૧ નવેમ્બર, ૨૦૧૧ પછી જામીન પર હતા.૬. સુધાકર દ્વિવેદી ઃ નાશિકમાં યોજાયેલી એક બેઠકમાં હિંદુઓ પર ત્રાસ ગુજારતા મુસ્લિમોના વીડિયો પુરોહિતે બતાવ્યા હતા. આ બેઠકમાં દ્વિવેદીએ હાજરી આપી હતી તેવો તેમના સામે આરોપ મૂકાયો હતો. ૭. સુધાકર ચર્તુવેદી ઃ નાશિકમાં બેઠકમાં ચર્તુવેદી પણ હાજર હતા તેવો આક્ષેપ તેમની સામે મુકાયો હતો. તેમની ધરપકડ નવેમ્બર ૨૦૦૮માં થઇ હતી અને સ્પેશિયલ કોર્ટે તેમને ૨૦૧૭માં જામીન આપ્યા હતા.








