મુંબઈમાં રેસિંગના ચક્કરમાં મોંઘેરી કારનો કચ્ચરઘાણ, બેકાબૂ થઈ ડિવાઈડર સાથે ભટકાઈ હતી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mumbai Porsche Accident: રસ્તા પર રેસ લગાવવું કેટલું જીવલેણ હોય શકે છે તે પહેલા પણ ઘણી વખત જોવા મળ્યું છે. ત્યારે હવે મુંબઈમાંથી આવો જ એક મામલો સામે આવ્યો છે. પુણે પોર્શ કાંડ બાદ હવે મુંબઈની પોર્શ કાર ચર્ચામાં છે. રેસિંગના ચક્કરમાં મોંઘેરી કારનો કચ્ચરઘાણ થઈ ગયો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પોર્શ અને BMW વચ્ચે રેસ લાગી હતી, ત્યારબાદ પોર્શ કારે કાબુ ગુમાવી દીધો અને ડિવાઈડર સાથે ભટકાઈ ગઈ હતી. જોકે, આ અકસ્માત રેસિંગને કારણે થયો હતો કે બીજું કંઈક તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે નથી આવી.
બેકાબૂ થઈ ડિવાઈડર સાથે ભટકાઈ
આ અકસ્માત બુધવારે રાત્રે મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસવેના જોગેશ્વરી વિસ્તારમાં સર્જાયો હતો. ત્રણ મિત્રો પોતાની મોંઘેરી લક્ઝરી પોર્શ કારમાં મુસાફરી કરી રહ્યા હતા. કારની સ્પીડ એટલી હતી કે તે કંટ્રોલ ન થઈ શકી. આ દરમિયાન પાછળથી આવતી BMWએ તેને ટક્કર મારી દીધી. પોલીસે આ અકસ્માત અંગે જણાવ્યું કે, આ ડ્રંક એન્ડ ડ્રાઈવનો મામલો નથી. બીજી તરફ કારમાં સવાર ત્રણેય મિત્રો હોવાની માહિતી મળી રહી છે. આ અકસ્માતમાં તેજ રફ્તાર પોર્શ કારનો ડિવાઈડર સાથે અથડાતા કચ્ચરઘાણ થઈ ગયો છે. ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચી છે.
પોર્શ કારનો કચ્ચરઘાણ
ઘટના સ્થળ પર હાજર પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો છે કે આ ભયાનક અકસ્માત રેસિંગને કારણે થયો હતો. પોર્શ કાર અને BMW વચ્ચે રેસ લાગી હતી, ત્યારબાદ પોર્શ કાર બેકાબૂ થઈને ડિવાઈડર સાથે ભટકાઈ ગઈ. જોકે, આ દાવો માત્ર પ્રત્યક્ષદર્શીઓનો છે. પોલીસે આના પર કોઈ ટિપ્પણી કરી નથી.








