ખરાબ
એર ક્વોલિટીને લીધે હાઈકોર્ટે ખુદ સ્વતંત્ર પેનલ બનાવી
સીસીટીવી
કેમેરા, એક્યુઆઈ
ડિસ્પ્લે સહિતની કોર્ટે ગત વર્ષે આપેલી ગાઈડલાઈન્સનું પાલન ન થતું હોવાની રજૂઆતો બાદ
નિર્દેશ
મુંબઈ
- મુંબઈમાં વકરી રહેલાં વાયુ પ્રદૂષણને
ધ્યાને રાખી બોમ્બે હાઈકોટ ર્ેબાંધકામ સ્થળોનું નિરીક્ષણ કરવા અને માર્ગદશકાનું
પાલન થઈ રહ્યું છે કે કેમ તે સુનિશ્ચિત કરવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ
કોર્પોેરેશન, મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (એમપીસીબી) અને રાજ્ય સરકારના જાહેર
આરોગ્ય વિભાગના અધિકારીઓનો સમાવેશ કરતી પાંચ સભ્યોની સ્વતંત્ર પેનલની રચના
કરી છે. હાઈકોર્ટે શુક્રવારે જણાવ્યું
હતું કે ખરાબ એર ક્વોલિટી ઇન્ડેક્સ
(એક્યુઆઈ) સામે કામ લેવામાં થડો સમય લાગશે, પરંતુ જો પ્રદૂષણ
ઘટાડવાની માર્ગદશકાનો કડક અમલ કરવામાં આવે તો શહેરમાં બાંધકામ પ્રવૃત્તિઓને કારણે
થતા પ્રદૂષણને નિયંત્રિત કરી શકાય છે.
મુંબઈમાં
બગડતા એક્યુઆઈ અંગે ચિંતા વ્યક્ત કરતી અનેક અરજીઓની સુનાવણી કરતી વખતે, મુખ્ય ન્યાયાધીશ
ચંદ્રશેખર અને ન્યાયાધીશ ગૌતમ અંકડની
બેન્ચે બીએમસી અને એમપીસીબીને ગયા વર્ષે લેવામાં આવેલા પગલાં અંગે ૧૫
ડિસેમ્બરના રોજ હાથ ધરાયેલાં પગલાંનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
અરજદારોના
વકીલોએ ધ્યાન દોર્યું હતું કે દેશની નાણાકીય રાજધાનીમાં એક્યુઆઈ ૨૦૨૩ થી દર વર્ષે
બગડી રહ્યો છે. આના પર મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખરે કહ્યું કે આ મુદ્દાનો ઉકેલ
લાવવામાં થોડો સમય લાગશે. ગયા વર્ષે બીએમસી અને એમપીસીબીએ લીધેલાં પગલાંનો અહેવાલ
કોર્ટે માગ્યો છે.
બાંધકામ
સ્થળોએ મુલાકાતો, સીસીટીવી કેમેરાની
સ્થાપના અને સેન્સર આધારિત વાયુ પ્રદૂષણ મોનિટર અંગેના રેકોર્ડ કે જેના માટે
બીએમસીએ પરવાનગી આપી છે, તે ચકાસણી માટે ખુલ્લા રહેશે,
એમ તેમાં જણાવાયું છે.
આપણે ખાતરી કરીએ કે બાંધકામ સ્થળો અને ધૂળના
પ્રદૂષણનો સામનો કરવામાં આવે. તે એકથી બે અઠવાડિયામાં તાત્કાલિક થઈ શકે છે. તે
કેટલાક અસરકારક પગલાં હશે,એમ બેન્ચે ટિપ્પણી કરી.
કોર્ટે
મદદ કરવા માટે નિયુક્ત કરેલા વરિષ્ઠ વકીલ ડેરિયસ ખંભાતાએ શુક્રવારે જણાવ્યું હતું
કે ૨૦૨૪ માં બાંધકામ સ્થળો માટે કોર્ટે નક્કી કરેલી માર્ગદર્શિકા, જેમાં સીસીટીવી કેમેરા
લગાવવા, સેન્સર આધારિત વાયુ પ્રદૂષણ મોનિટર અને પાણીનો
છંટકાવ શામેલ છે, તેનું પાલન કરવામાં આવી રહ્યું નથી.
બીએમસી
વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મિલિંદ સાઠેએ જણાવ્યું હતું કે બાંધકામ સ્થળોએ રેન્ડમ
તપાસ કરતી ખાસ ટુકડીઓ છે.
ખંભાતાએ
એ પણ નિર્દેશ કર્યો હતો કે વાહનોના પ્રદૂષણને વાયુ પ્રદૂષણના બીજા મુખ્ય સ્ત્રોત
તરીકે ચિહ્નિત કરવામાં આવ્યું છે.
જોકે, બેન્ચે અભિપ્રાય આપ્યો
કે વાહનોના પ્રદૂષણનો સરળતાથી અને પછીના તબક્કે સામનો કરી શકાય છે, અને જણાવ્યું હતું કે કોર્ટ એવો કોઈ આદેશ પસાર કરવા માંગતી નથી જેનાથી
અધિકારીઓને મનસ્વી પગલાં લેવાની તક મળે.
તેઓ (અધિકારીઓ) જપ્ત કરવાનું અને ચલણ જારી
કરવાનું શરૃ કરશે. આ આદેશોથી નાગરિકોને હેરાનગતિ થવી જોઈએ નહીં,એમ કોર્ટે કહ્યું હતું.


