Get The App

શિવાજી મહારાજ વિશે ધીરેન્દ્રશાસ્ત્રીના નિવેદનથીે મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ

Updated: Apr 26th, 2026

GS TEAM

Google News
Google News
શિવાજી મહારાજ વિશે ધીરેન્દ્રશાસ્ત્રીના નિવેદનથીે મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ 1 - image

કોંગ્રેસ આક્રમક બની, ભાજપ-આરએસએસ સામે ગંભીર આક્ષેપ

મુંબઈ  -  મહારાષ્ટ્રમાં ફરી એકવાર ઐતિહાસિક વ્યક્તિત્વોને લઈને રાજકીય વિવાદ ગરમાયો છે. બાગેશ્વર ધામના ધર્મપ્રચારક ધીરેન્દ્ર શાીના નિવેદન સામે મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ હર્ષવર્ધન સપકલએ સખ્ત વાંધો ઉઠાવ્યો છે અને તેમણે આ છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન ગણાવ્યુ છે .

સપકલએ આજે પત્રકાર પરિષદમાં કહ્યું કે શિવાજી મહારાજને સમર્થ રામદાસ સ્વામી સાથે ઈતિહાસને તોડી મોડીને જોડવાનો પ્રયાસ છે. બંને મહાન વ્યક્તિત્વો અલગ સમયગાળાના છે. આવા દાવાઓ પાછળ રાજકીય હેતુ છુપાયેલો છે, એવો  આક્ષેપ મૂક્યો હતો.

કોંગ્રેસે આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર નિશાન સાધ્યું હતું. સપકલએ આરોપ લગાવ્યો કે શિવાજી મહારાજ અને છત્રપતિ સંભાજી મહારાજ વિશે અગાઉ પણ કેટલીક વિચારધારાત્મક લખાણોમાં અપમાનજનક ઉલ્લેખ જોવા મળે છે.તેમણે માંગણી કરી કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સહિત ધીરેન્દ્ર શાીએ જાહેરમાં માફી માંગવી જોઈએ.

વિવાદનું કેન્દ્ર એવા નિવેદન છે જેમાં ધીરેન્દ્ર શાીએ કહ્યું હતું કે શિવાજી મહારાજે યુદ્ધોથી થાકી જઈ પોતાના ગુરુ સમર્થ રામદાસ પાસે નિવૃત્તિની ઇચ્છા વ્યક્ત કરી હતી.તેમના અનુસાર, રામદાસ સ્વામીએ શિવાજી મહારાજને રાજમુકુટ પાછું પહેરાવી ફરજ નિભાવવાનું મહત્વ સમજાવ્યું હતું.જેને હવે વિરોધ પક્ષ ઈતિહાસ વિરુદ્ધ ગણાવી રહ્યો છે.

આ સમગ્ર વિવાદ વચ્ચે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ સાવચેતથી પ્રતિક્રિયાઆપતા તેમણે જણાવ્યું કે આવી ઘટના ઉપલબ્ધ ઈતિહાસમાં જોવા મળતી નથી.

સાથે જ તેમણે ઉલ્લેખ કર્યો કે રામાયણ અને મહાભારતની જેમ મહાન વ્યક્તિત્વોને લઈને વિવિધ લોકકથાઓ અને પ્રચલિત કથાઓ સમયાંતરે બદલાતી રહે છે. લોકોએ સંપૂર્ણ માહિતી વિના તાત્કાલિક પ્રતિક્રિયા આપવાથી બચવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ પ્રત્યેની ભાવના અત્યંત સંવેદનશીલ છે. આ વિવાદ રાજકીય રીતે વધુ ઉગ્ર બનવાની શક્યતા છે, ખાસ કરીને ચૂંટણી પૂર્વેના સમયમાં આ પ્રકારના મુદ્દાઓ રાજકીય માહોલને વધુ ગરમાવી શકે છે.