પીડિતોને ન્યાય ન મળવા પાછળ રાજકીય હસ્તક્ષેપ કારણભૂતઃ મીરા બોરવણકર

દાભોળકર હત્યા, માલેગાવ-મુંબઇ ટ્રેન વિસ્ફોટ કેસ
ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી દ્વારા ચોંકાવનારોે આરોપ
મુંબઇ - ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી મીરાં બોરવણકરે માલેગાવ અને મુંબઇ ૭/૧૧ ટ્રેન વિસ્ફોટ કેસ અને તર્કવાદી નરેન્દ્ર દાભોળકરના પરિવારને સંપૂર્ણ ન્યાય ન મળી શક્યો તેની પાછળ રાજકીય હસ્તક્ષેપ કારણભૂત હોવાનો આરોપ કર્યો હતો. બુધવારે પુણેમાં ડૉ. દાભોળકરની ૧૨મી પુણ્યતિથિ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં બોલતા તેમણે એવો દાવો કર્યો હતો કે આ કાર્યક્રમમાં સામેલ થવા બાબતે સવાલ ઉઠાવી તેમને એક ધમકીભર્યો ઇ-મેલ પણ મોકલવામાં આવ્યો હતો. તેમણે આગળ જણાવ્યું હતું કે મેં તે જ વિષય પર બોલવાનું નક્કી કર્યું જેના વિશે મેં તાજેતરમાં એક મરાઠી દૈનિકમાં પોલીસ ખાતામાં રાજકીય હમલગીરી વિશે લખ્યું હતું. તેવી સ્પષ્ટતા પણ કરી હતી.
બોરવણકરે જણાવ્યું હતું કે મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર જુલિયો રિબેરોએ પંજાબના એક અંગ્રેજી દૈનિકમાં એક લેખ લખ્યો હતો કે મુંબઇ એટીએસના વડા હેમંંત કરકરેએ તેમને માલેગાંવ વિસ્ફોટ કેસમાં દિલ્હી સ્થિત એક નેતાના રાજકીય દબાણનો સામનો કરવો પડતો હોવા અંગે જણાવ્યું હતું. બોરવણકરે જણાવ્યું હતું કે રિબેરોએ લેખમાં લખ્યું છે કે કરકરે સાથે તેમની છેલ્લી વાતચીત ૨૦૦૮ના ૨૬/૧૧માં મુંબઇ હમલા પહેલા એક-બે દિવસ અગાઉજ થઇ હતી જેમાં આતંકવાદ વિરોધી ટુકડીના વડા કરકરે શહીદ થયા હતા.
બોરવણકરે આગળ જણાવ્યું હતું કે ે જ રીતે રોહિણી સાલિયન, જેમની સાથે મેં નજીકથી કામ કર્યું હતું અને જેઓ એક નિષ્ઠાવાન, પ્રતિબદ્ધ અને જાણકાર સરકારી વકીલ હતા તેમને એનઆઇએ દ્વારા ચાર્જ સંભાળ્યા બાદ માલેગાવ બ્લાસ બ્લાસ્ટ કેસથી અળગા કરી દેવામાં આવ્યા હતા, તેમણે રોકોર્ડ પર કહ્યું હતું કે તેમના પર નરમ પડવાનું દબાણ હતું માલેગાવ વિસ્ફોટનો ચુકાદો આવ્યા બાદ તેમણે પુરાવા ક્યાં ગયા તે જાણવાનો પ્રયાસ કર્યો હતો તેવું પણ બોરવણકરે જણાવ્યું હતું.
આ ઉપરાંત ભૂતપૂર્વ આપીએસ અધિકારીએ દાભોલકર હત્યા કેસમાં પુણે કોર્ટના અવલોકનનો પણ ઉલ્લેખ કર્યો હતો. બોરવણકરે જણાવ્યુ ંહતું કે બે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતા અને ત્રણ અન્યને નિર્દોષ જાહેર કરતા ન્યાયધીશે અવલોકન કર્યું હતું કે જો ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવે છે. તો મુખ્ય કાવતરાખોર કોણ હતો અને ડૉ. દાભોલકરની હત્યાનું કાવતરું કોણે ઘડયું હતું ? સીબીઆઇ કે પોલીસ બન્ને માસ્ટર માઇન્ડ સુધી પહોંચી શકી નથી. શુ તે નિષ્ફળતા હતી કે ઇરાદાપૂર્વક હતું કે પછી કોઇ શક્તિશાળી વ્યક્તિનો પ્રભાવ હતો. બોરવણકરે કહ્યું હતું કે જો રાજકારણીઓ દાભોલકરની હત્યા અને માલેગાંવ વિસ્ફોટ જેવા કેસોમાં દખલ કરે છે અને પીડિતોને ન્યાય મળતો નથી તો તેનાથી ખરાબ શું હોઇ શકે છે ?
મીરા ં બોરવણકરે વધુમાં જણાવ્યું હતું કે એ સાચું છે કે આપણે ૭/૧૧ મુંબઇ લોકલ ટ્રેન વિસ્ફોટના ૧૯૦ પીડિતો, માલેગાંવના પીડિતોને ન્યાય આપી શક્યા નથી. અથવા દાભોલકરની હત્યાના વાસ્તવિક ગુનેગારોને શોધી શક્યા નથી. કારણ કે અન્ય વિવિધ પરીબળો સાથે રાજકીય દખલગીરી મુખ્ય કારણોમાંથી એક છે. તેવો દાવો કર્યો હતો. તેમમે જણાવ્યું હતું કે પોલીસ વિભાગમાં વિવિધ પદો પર કામ કરતી બાબતે દબાણ પોલીસની કાર્યક્ષમતાને કેવી રીતે અસર કરે છે અને સત્ય સુુધી પહોંચવાનો માર્ગ આપણે કેવી રીતે ભૂલી જઇએ છીએ.









