Get The App

લોકલમાં પ્રવાસીઓનો પોલીસ જવાન પર હુમલોઃ દાંત તોડી નાખ્યા

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
લોકલમાં પ્રવાસીઓનો પોલીસ જવાન પર હુમલોઃ દાંત તોડી નાખ્યા 1 - image


પોલીસને જ પોલીસ હેલ્પલાઈન પર મદદ  ન મળી

પોલીસ હોવાનું જાણ્યા બાદ પણ માર માર્યોઃ એક ગુજરાતી સહિત બેની ધરપકડ

મુંબઈ -  મુંબઈ લોકલમાં  ચઢવા  બાબતે કેટલાક પ્રવાસીઓએ એક  પોલીસ જવાનને માર માર્યો હતો. આ હુમલામાં પોલીસ કર્મચારીના દાંત પણ તૂટી ગયા હતા. વસઈ પોલીસે હુમલો કરનારા કેટલાકને ઓળખી કાઢ્યા છે અને તેમાંથી એક ગુજરાતી પ્રવાસી સહિત બેની ધરપકડ કરી છે.  

  ભાયંદરના પચ્ચીસ  વર્ષના રહેવાસી ઉદ્ધવ ગેંડે ે  નવઘર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. તે સોમવારે સરકારી કામ માટે પુણે જવા નીકળ્યો હતો. સવારે લગભગ ૮.૩૦ વાગ્યે તેણે પ્લેટફોર્મ નંબર ચાર  પરથી ચર્ચગેટ જતી લોકલ પકડી હતી. તે જનરલ ડબ્બામાં ચઢયો હતો. તે સમયે ડબ્બામાં ચઢવા અંગેના વિવાદને કારણે ચાર મુસાફરોએ તેને ઢોર માર માર્યો હતો. આ હુમલામાં તેનો શર્ટ ફાટી ગયો હતો અને તેનો જડબા પર માર લાગ્યો હતો અને દાંત પણ તૂટી ગયો હતો. તે પોલીસકર્મી છે એવું કહેવા છતાં, ચારેય લોકોએ તેને લાથ અને ધક્કામુક્કી કરીને માર માર્યો હતો. તે સ્થિતિમાં પણ, ઉદ્ધવ  ગેંડેએ તેને માર મારતા બે મુસાફરોના ફોટા પોતાના મોબાઇલ ફોન પર પાડયા હતા.  ભાયંદરથી મીરા રોડ સ્ટેશન સુધી મને માર મારતા રહ્યા હતા. જેના કારણે મારું માથું સુન્ન થઈ ગયું હતું, મેં મદદ માટે બંને રેલવે હેલ્પલાઈન પર ફોન કર્યો પણ કોઈ મદદ મળી નહીં, એમ પોલીસ કોન્સ્ટેબલ ગેંડેએ  જણાવ્યું હતું. પોલીસ હોવા છતાં, તેઓ મને માર મારતા હતા. એ બાદ તેઓ અંધેરી પર ઉતરી ગયા અને ભાગી ગયા હતા. 

મંગળવારે સવારે ઉદ્ધવ ગેંડએે રેલવે પોલીસની મદદથી તેને માર મારનાર મુસાફરની શોધ કરી હતી. મુસાફરોમાંથી એકને વસઈ સ્ટેશન પર જોવા મળ્યો હતો. તેને પકડીને વસઈ રેલવે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. તેનું નામ કેયુર ગોસાલિયા (૨૪) છે અને તે વસઈના સાંઈનગરમાં રહે છે. તેણે તેને માર મારનારા બે સાથીઓ વિજય અને મોહમ્મદના નામ આપ્યા હતા. સરકારી કર્મચારીને રોકવા, તેના પર હુમલો કરવા વગેરે બદલ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૧૭, ૩ (૫) અને ૩૫૨ હેઠળ વસઈ રોડ રેલવે પોલીસ સ્ટેશનમાં ચારેય સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે.


Tags :