Get The App

અમરાવતીના અયાનની બર્થ ડે પાર્ટીમાં પોલીસ પણ તાળીઓ પાડવામાં હાજર

Updated: Apr 18th, 2026

GS TEAM

Google News
Google News
અમરાવતીના અયાનની બર્થ ડે પાર્ટીમાં પોલીસ પણ તાળીઓ પાડવામાં હાજર 1 - image

 તરુણીઓના જાતીય શોષણના સૂત્રધારને પોલીસની ઓથ ૧૮૦

બોસ નામનું ટીશર્ટ ધારણ કરી ભર રસ્તે ફટાકડા ફોડી બર્થ ડે મનાતવાત અયાનને પોલીસવાળા કેક ખવડાવતા હોવાનો વિડીયો વાયરલ

મુંબઇ -  અમરાવતીના પરતવાડામાં ૧૮૦ તરુણીઓનું જાતીય શોષણ કરી અશ્લીલ વિડીયો વાયરલ કરવાના સૂત્રક્ષધાર અયાન અહેમદની  બર્થ ડે પાર્ટીમાં કેટલાક પોલીસ કર્મચારીઓએ પણ ઉપસ્થિત રહી ભરરસ્તે ઉજવણી કરી હોવાનો વિડીયો વાયરલ થતાં અયાનને પોલીસ  તંત્રની ઓથ હોવાની ચર્ચા શરુ થઈ છે. 

 વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે  મધરાતે ભર રસ્તે બોસ નામનું ટીશર્ટ પહેરેલ અયાને ફટાકડા ફોડી તેનો જન્મદિવસ મનાવી રહ્યો છે અને પોલીસ કર્મચારીઓ તેને કેક ખવડાવી  જન્મદિવસની શુભેચ્છાઓ આપી રહ્યા છે.  વાસ્તવમાં આ રીતે રસ્તાની વચ્ચોવચ્ચ કોઈ જન્મદિન મનાવતું હોય તો પોલીસ ત્રાટકીને તેના પર કાર્યવાહી કરે છે. જ્યારે આ કેસમાં તો પોલીસવાળા જ તાળીઓ પાડી કેક ખાવા અને ખવડાવવામાં મશગુલ હોવાનું જણાયું છે. 

આ વિડીયો વાયરલ થતાં ભારે ખળભળાટ મચી ગયો છે. પોલીસતંત્રમાં કેટલાક લોકો અયાનની મદદ કરતા હતા કે શું અને ખાસ કોઈ આવક નહિ ધરાવતો અયાન કેવી રીતે આ પોલીસવાળાઓને સાચવતો હતો તે સવાલ થઈ રહ્યો છે. આ વિડીયો બાદ લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે અને સંબંધિત પોલીસ કર્મચારીઓને ઓળખી  કાઢીને તેમની સામે પગલાં ભરાય તેવી માગણી થઈ રહી છે. 

પ્રમજાળમાં ફસાવીને વિડીયો ઉતાર્યા હતા    

રીલ સ્ટાર તરીકે જાણીતા અયાને અનેક તરુણીઓને આકર્ષીને ફસાવી હતી

અમરાવતી સેક્સ સ્કેન્ડલનો મુખ્ય આરોપી અયાન ખરેખર તો એક રીલ સ્ટાર હતો. મોડર્ન લુક, રીલ્સને લીધે મળતી પ્રસિદ્ધિ અને મોંઘીદાટ લક્ઝરી ગાડીઓ ફેરવી તે તરુણીઓને આકષત કરતો હતો. કન્ટેન્ટ ક્રિએટર એવો અયાન ૨૦૧૯થી સ્નેપચેટ પર સક્રિય હતો અને ૨૦૨૨થી ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવવા લાગ્યો હતો. દેખાવમાં સ્માર્ટ અને બોલવામાં પ્રભાવશાળી હોવાથી તરૃણી તેના તરફ આકષત થતી હતી. સોશિયલ મીડિયા પર પરિચય કેળવી, મિત્રતા બાંધી એ તરુણીઓને પ્રેમજાળમાં ફસાવતો. એકવાર તરુણીઓ તેની જાળમાં ફસાઈ જાય પછી તે તેમના વાંધાજનક વીડિયો બનાવતો અને ત્યારબાદ બ્લેકમેલિંગની રમત શરૃ થઈ જતી. ફસાઈ ગઈ હોવાનું જણાતા જો કોઈ તરુણી તેને મળવાનો ઇનકાર કરે તો તેને વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવતી.

આરોપીઓએ પીડીત તરુણીના ૧૮ વિડીયો અને ૩૯ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા આ પ્રકરણને હવે ૪૫ સભ્યોની બનેલી એક ખાસ તપાસ ટીમ રચવામાં આવી છે જે આ પ્રકરણે વિગતવાર તપાસ કરી રહી છે.