Mumbai

'મુંબઈની સફર વધુ સરળ થશે...', નવી મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપોર્ટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન

By GS TEAM
8 Oct 20253 mins read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે(8 ઑક્ટોબર) રૂ.19,650 કરોડના ખર્ચે બનેલા નવી મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે જ મુંબઈને પોતાનું બીજું ઍરપોર્ટ મળી ગયું. તે તમામ ડિજિટલ સુવિધાઓ પ્રદાન કરશે. આ ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ ઍરપોર્ટ પ્રોજેક્ટ છે જે જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડેલ હેઠળ વિકસાવવામાં આવ્યો છે. મુંબઈ મેટ્રોપોલિટન પ્રદેશમાં બીજા આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ તરીકે, NMIA ભીડ ઘટાડવા અને મુંબઈને ગ્લોબલ મલ્ટી-ઍરપોર્ટ સિસ્ટમ(GMS)માં એકીકૃત કરવા માટે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ (CSMIA) સાથે સહયોગમાં કામ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

'મુંબઈની સફર વધુ સરળ થશે...', નવી મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપોર્ટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન

Navi Mumbai International Airport: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે(8 ઑક્ટોબર) રૂ.19,650 કરોડના ખર્ચે બનેલા નવી મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે જ મુંબઈને પોતાનું બીજું ઍરપોર્ટ મળી ગયું. તે તમામ ડિજિટલ સુવિધાઓ પ્રદાન કરશે. આ ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ ઍરપોર્ટ પ્રોજેક્ટ છે જે જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડેલ હેઠળ વિકસાવવામાં આવ્યો છે. મુંબઈ મેટ્રોપોલિટન પ્રદેશમાં બીજા આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ તરીકે, NMIA ભીડ ઘટાડવા અને મુંબઈને ગ્લોબલ મલ્ટી-ઍરપોર્ટ સિસ્ટમ(GMS)માં એકીકૃત કરવા માટે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ (CSMIA) સાથે સહયોગમાં કામ કરશે.

ઍરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન મોદીની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવાર હાજર રહ્યા. આ 'ડીબી પાટિલ નવી મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ'ના નામથી ઓળખાશે. તેની સાથે જ મુંબઈ મેટ્રોની લાઇન-3(એક્વા લાઇન)ના અંતિમ તબક્કાનું પણ ઉદ્ધાટન કરાયું.

મુંબઈની સફર વધુ સરળ થશે, સમય બચશે: પીએમ મોદી

ઉદ્ઘાટન બાદ પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'આજે મુંબઈને જેની રાહ હતી તે પૂર્ણ થઈ. મુંબઈને હવે પોતાનું બીજું ઇન્ટરનેશનલ ઍરપોર્ટ મળી ગયું છે. આ ઍરપોર્ટ, આ વિસ્તારને એશિયાની સૌથી મોટી કનેક્ટિવિટી હબ તરીકે સ્થાપિત કરવામાં મોટી ભૂમિકા નિભાવશે. આજે મુંબઈને સંપૂર્ણ રીતે અંડરગ્રાઉન્ટ મેટ્રો પણ મળી ગયું છે, તેનાથી મુંબઈની સફર વધુ સરળ થશે અને લોકોનો સમય પણ બચશે.'

હવે બાળકોને ડ્રોન, સોલર એનર્જી, ગ્રીન હાઇડ્રોજન જેવી ટૅક્નોલૉજીની ટ્રેનિંગ: પીએમ મોદી

તેમણે કહ્યું કે, 'આ સમયે ભારતના નવયુવાનો માટે અગણિત અવસરોનો સમય છે. તાજેતરમાં દેશના અસંખ્ય ITI ને ઇન્ડસ્ટ્રીઝથી જોડવા માટે ₹60,000 કરોડની PM સેતુ યોજના શરુ કરવામાં આવી હતી. આજથી મહારાષ્ટ્ર સરકારે સેંકડો ITI અને ટેકનિકલ શાળાઓમાં એક નવો કાર્યક્રમ શરુ કર્યો છે. આનાથી શાળાના બાળકોને ડ્રોન, સૌર ઉર્જા અને ગ્રીન હાઇડ્રોજન જેવી અસંખ્ય નવી તકનીકોમાં તાલીમ મળી શકશે. હું મહારાષ્ટ્રના યુવાનોને મારી શુભકામનાઓ પાઠવું છું.'

આ ઍરપોર્ટ કમળના ફૂલ જેવો આકાર: પીએમ મોદી

તેમણે કહ્યું કે, 'નવી મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ એક એવો પ્રોજેક્ટ છે જે વિકસિત ભારતને પ્રતિબિંબિત કરે છે. તે છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિ પર બનેલ છે, અને તેનો આકાર કમળના ફૂલ જેવો છે. તે સંસ્કૃતિ અને સમૃદ્ધિનું જીવંત પ્રતીક છે. આ નવું ઍરપોર્ટ મહારાષ્ટ્રના ખેડૂતોને યુરોપ અને પશ્ચિમ એશિયાના સુપરમાર્કેટ સાથે પણ જોડશે.'

નવી મુંબઈમાં ઍરપોર્ટના ઉદ્ઘાટનથી શું થશે?

ઑક્ટોબરના અંત સુધીમાં આ ઍરપોર્ટ પર ટિકિટનું વેચાણ શરુ થવાની ધારણા છે. આ ઍરપોર્ટ પરથી મુસાફરો માટે ઇન્ડિગો, અકાસા એર અને એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ્સ ઉપલબ્ધ થશે.

ફ્લાઇટ્સ ક્યારે શરુ થશે?

ડિસેમ્બર 2025માં નવી મુંબઈ ઍરપોર્ટથી ફ્લાઇટ્સનું સંચાલન શરુ થવાનું છે.

હું ટિકિટ ક્યારે ખરીદી શકું?

ઑક્ટોબરના અંત સુધીમાં ટિકિટનું વેચાણ શરુ થવાનો અંદાજ છે. ઇન્ડિગો, અકાસા એર અને એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ્સ પણ અહીંથી કાર્યરત થશે.

નવી મુંબઈ ઍરપોર્ટની ડિજિટલ સુવિધાઓ શું છે?

ભારતના પ્રથમ સંપૂર્ણ ડિજિટલ ઍરપોર્ટમાં વાહન પાર્કિંગ સ્લોટનું પ્રી-બુકિંગ, ઓનલાઇન બેગેજ ડ્રોપ બુકિંગ અને ઇમિગ્રેશન સેવાઓનો સમાવેશ થાય છે. ઍરપોર્ટનું સંચાલન કરતી અદાણી ઍરપોર્ટ્સ હોલ્ડિંગ્સ લિમિટેડ(AAHL)ના CEO અરુણ બંસલના જણાવ્યા અનુસાર, તમને તમારા ફોન પર એક મેસેજ મળશે જેમાં તમને કેરોયુઝલ પર તમારી બેગની સ્થિતિની જાણ કરવામાં આવશે.

નવી મુંબઈ ઍરપોર્ટ તમામ જરૂરી સુવિધાઓથી સંપૂર્ણપણે સજ્જ

ઍરપોર્ટ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને પ્રવાસીઓ માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. જેમાં 3,700 મીટર લાંબો રનવે, આધુનિક પેસેન્જર ટર્મિનલ અને મોટા વાણિજ્યિક વિમાનોને હેન્ડલ કરવા માટે એક અદ્યતન એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમનો સમાવેશ થાય છે.

ઍરપોર્ટ જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT) પોર્ટથી 14 કિમી, મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC) તલોજા ઇન્ડસ્ટ્રિયલ એરિયાથી 22 કિમી, મુંબઈ પોર્ટ ટ્રસ્ટ(મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક દ્વારા)થી 35 કિમી, થાણેથી 32 કિમી અને ભીવંડી પાવરલૂમ ટાઉનથી 40 કિમી દૂર છે.