સોનું મોંઘું હોવાથી જમાઈને વીંટીની ભેટ ન મળી
મહારાષ્ટ્રના બીડમાં વરઘોડાની નહીં વર-ગધ્ધાની ૯૦ વર્ષ જૂની પરંપરા
મુંબઈ - દેશભરમાં હોળી અને ધૂળેટીનો તહેવાર ઉમંગભેર ઉજવાય છે અને રેગોની છોળ ઉડતી હોય છે. જ્યારે મહારાષ્ટ્રના બીડ જિલ્લાના વિદા ગામમાં છેલ્લાં ૯૦ વર્ષથી ગામના જમાઈને ગધેડે બેસાડી ફુલેકું કાઢવાની અનોખી પરંપરા છે.
હોળીના ત હેવાર અગાઉ ગર્દભસવારીનું માન કયા જમાઈને આપવું એ માટે જમાઈ રાજાની શોધ શરૃ કરવામાં આવે છે. આ વખતે ગર્દભસવારીનું માન મૂળ કેજ તહેસીલના પણ લગ્ન પછી વિદા ગામમાં સ્થાયી થયેલા શિવાજી ગલફાડેને મળ્યું હતું.
ઉત્તર પ્રદેશમ ાં જેમ હોળીના તહેવારમાં બુરા ન માનો હોલી હૈ.... કહીને ઠઠ્ઠા-મશ્કરી કરવામાં આવે છે એવી રીતે વિદા ગામમાં હોળી પ્રસંગે હળવાશથી ઠેકડી ઉડાડવાના આશયથી અનંતરાવ દેશમુખ નામના એક ગ્રામજને ૯૦ વર્ષ પહેલાં આ અનોખી પરંપરાનો પાયો નાખ્યો હતો.
વિદાવાસીઓઅ ે જણાવ્યું હતું કે હોળીના તહેવારના એક અઠવાડિયા પહેલાં ગામના યુવાનો જમાઈની શોધ શરૃ કરી દે છે. યોગ્ય જમાઈની પસંદગી કરવામાં આવ્યા પછી જુવાનિયાઓ તેની ઉપર નજર રાખે છે. જેથી આખું ગામ ઠેકડી ઉડાડશે એવી બીકને લીધે દામાદ ભાગ ન જાય.
હોળી-ધૂળેટીના મૂહુર્તમાં જમાઈરાજાને જૂતાનો હાર પહેરાવીને વિધિવત ગધેડા પર બેસાડવામાં આવે છે. ત્યાર પછી ઢોલ-તાશાના નાદ સાથે અને ફટાકડા ફોડીને ગ્રામજનો નાચતા-ગાતા આ જમાઈરાજાના ફુલેકાને આખા ગામમાં ફેરવે છે. આજે સવારે આવી જ રીતે ગ્રામજનોએ આનંદ માણ્યો હતો. આ પંરપારના મૂળમાં માત્ર નિર્ભેળ આનંદ માણવા ઉપરાંત ગામમાં કોમી એખલાસનું વાતાવરણ જળવાઈ રહે એવી ભાવના પણ છે.
આજે ગર્દભ-સવારીનું વાજતેગાજતે સમાપન થયા પછી જમાઈરાજાને પારંપારિક વસ્ત્રોની ભેટ આપવામાં આવી હતી. અગાઉ વસ્ત્રો અને સાડી ઉપરાંત સોનાની વીંટી પણ ભેટ આપવામાં આવતી હતી. પણ સોનાની કિંમત બહુ ઊંચી હોવાથી આ વખતે વીંટી આપવાનું માંડી વાળવામાં આવ્યું હતું.
ગર્દભ સવારીનું માન મેળવનારા શ્રમિક ગાલફાડેએ જણાવ્યું હતું કે મને કલ્પના પણ નહીં કે ગધેડા પર સવારીનું મને માન મળશે. આ એક સ્થાનિક પરંપરા છે અને હોળીની ઉજવણીના રંગમાં સહુએ મજા લીધી હતી.


