Get The App

ફોટોગ્રાફર પ્રતીક શાહને ગાંગુલીની બાયોપિકમાંથી પડતો મૂકાયો

Updated: Jun 2nd, 2025

GS TEAM


Google News
Google News
ફોટોગ્રાફર પ્રતીક શાહને ગાંગુલીની બાયોપિકમાંથી પડતો મૂકાયો 1 - image


જાતીય સતામણીના આરોપો  થતાં પગલું   

આ ફિલ્મનાં લોકેશન્સ ફાઈનલ કરવા માટે પ્રતીક શાહ લંડન ગયો હતો

મુંબઇ -  સિનેમોટોગ્રાફર પ્રતીક શાહ  પર જાતીય સતામણીના આરોપો લાગ્યા બાદ તેને  સૌરવ ગાંગુલીની બાયોપિકમાંથી પડતો મુકવામાં આવ્યો છે. હવે ફિલ્મસર્જક તેના સ્થાને અન્ય સિનેમોટોગ્રાફરની શોધ કરી રહ્યો  છે. 

આ ફિલ્મનાં શૂટિંગ લોકેશન્સ ફાઈનલ કરવા માટે પ્રતીક શાહ તાજેતરમાં લંડન ગયો હતો. તે ત્યાંથી પાછો આવ્યો તે અરસામાં જ તેના પર જાતીય સતામણીના આરોપો થયા છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર હવે  નવા સિનેમેટોગ્રાફર દ્વારા પ્રતીક શાહે નક્કી કરેલાં લોકેશન્સ તથા અન્ય ટેકનિકલ બાબતોની ફરીથી સમીક્ષા થાય તેવા  સંજોગોમાં આ ફિલ્મનું શૂટિંગ પાછળ ઠેલાઈ શકે છે.

કરણ જોહરના પ્રોડક્શન હેઠળની ફિલ્મ 'હોમબાઉન્ડ'ના ફોટોગ્રાફર પ્રતીક શાહે અનેક મહિલાઓ સાથે અનુચિત વર્તાવ કર્યો હોવાની વાતો બહાર આવ્યા પછી કરણ જોહરની ધર્મા પ્રોડકશન્સ કંપનીએ પણ પ્રતીક શાહથી છેડો ફાડી નાખ્યો છે. શેફાલી શાહનો લીડ રોલ ધરાવતા અન્ય એક પ્રોજેક્ટમાંથી પણ તેની બાદબાકી કરી દેવામાં આવી છે.


Tags :