નગ્ન ફોટા અને વીડિયો રેકોર્ડ કરી વાયરલ કરવાની ધમકી આપી
ઘટનાના બે વર્ષ બાદ હાઈકોર્ટના આદેશથી એફઆઈઆર ઃ અગાઉ આરોપીએ મહિલા સામે આર્થિક અપરાધની ફરિયાદ આપી હતી
મુંબઇ - મહાલક્ષ્મીમાં ફાર્મા ક ંપનીના બોસ દ્વારા ઓફિસમાં ૫૧ વર્ષીય બિઝનેસ વુમનને બંદૂકથી ધમકાવી કપડા ઉતારવા માટે દબાણ કર્યું હોવાનો આરોપી છે. આ ઉપરાંત આરોપીએ તેના અશ્લીલ ફોટા અને વીડિયો લઇ ફરતા કરવાની ધમકી આપી હતી. આ મૂળ ઘટના ૨૦૨૩ની હોવાનું કહેવાય છે. બોમ્બે હાઈકોર્ટના આદેશ અનુસાર પોલીસે આ ફરિયાદ દાખલ કરી છે.
પીડિતાએ ફ્રાન્કો ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ્સના મેનેજિંગ ડિરેકટર અને સ્થાપક સભ્ય જોય જોન પાસ્કલ પોસ્ટ અને અન્ય પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીઓ પર જાતીય સતામણી અને ગુનાહિત ધાકધમકીના આરોપ કરવામાં આવ્યો છે. બીજી તરફ આ આરોપીઓએ ભૂતકાળમાં આ ફરિયાદી મહિલા સામે ઈકોનોમિક અફેર્સ વિંગમાં ફરિયાદ આપી હોવાનું પણ બહાર આવ્યું છ.
ફરિયાદી મહિલા મહાલક્ષ્મીમાં ફોટો ફ્રેમ અને ગિફ્ટ આપવાનો વ્યવસાય ચલાવે છે. મહિલાના આરોપ અનુસાર એક આરોપીને સંડોવતા એક કેસમાં પોલીસને ખોટું નિવેદન આપવા માટે તેને દમદાટી અપાઈ હતી. મહિલાએ અગાઉ પાયધૂની પોલીસ મથકે ફરિયાદ આપી હતી. બાદમાં તે એન એમ જોશી માર્ગ પોલીસ મથકે ટ્રાન્સફર કરાઈ હતી.
આ મામલામાં પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું છે અને આરોપીઓની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે.
આરોપીઓએ તેની સામેના આરોપ નકારી કાઢ્યા છે. આ ઘટનાને કાવતરું ગણાવ્યું છે. પોલીસે છ આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૫૪એ, ૩૫૪બી, ૩૮૪, આર્મ્સ એક્ટ, ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. આરોપીએ પીડિતાને મીટિગના બહાને ઓફિસમાં આમંત્રણ આપ્યુ ંહતું.
એન એમ જોશી પોલીસ મથકે ગત બાવીસમી નવેમ્બરે નોંધાયેલ એફઆઇઆર મુજબ આ ઘટના મુંબઇમાં કંપનીની ઓફિસમાં બની હતી. બિઝનેસ વુમનને ઓફિસમાં બોલાવવામાં આવી હતી. મુખ્ય આરોપીએ કેબિનમાં તેના માથા પર રિવોલ્વર રાખી હતી અને તેને બધા કપડા ઉતારવા માટે દબાણ કર્યું હતું. આમ મહિલાને નિર્વસ્ત્ર કરી તેના ફોટા અને વીડિયો લીધા હતા. આ ફોટા અને વીડિયો સોસિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપીઓ તેનું ખોટું નિવેદન આપવાની માંગ કરી હતી. અને ચેતવણી આપી હતી કે તે વાત માનશે નહીં તો ખોટા કેસમાં ફસાવવામાં આવશે. તેમજ જેલમાં ધકેલી દેવામાં આવશે.
મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે અન્ય એક ફાર્મા અધિકારી તેની સામે ખોટી ફરિયાદ દાખલ કરી છે. જેના કારણે તેને ગંભીર માનસિક ત્રાસ થયો છે.


