દલીલોમાં
અસ્તિત્વમાં ન હોય તેવા ચુકાદા ટાંકવામાં આવ્યા હતા
રિસર્ચ
માટે એઆઈ બરાબર પરંતુ તેમાં દર્શાવાયેલી સામગ્રી વાસ્તવિક છે કે નહિ તે ચકાસવાની
જવાબદારી અરજદારની
મુંબઈ
- બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં જ
ચકાસ્યા વિનાની એઆઈ જનરેટેડ કાનૂની દલીલો રજૂ કરવાની પ્રયુક્તિને ફગાવીને એક અરજદારને ૫૦,૦૦૦ નો દંડ ફટકાર્યો
હતો. અરજદારે તેના લેખિત નિવેદનોમાં
અસ્તિત્વમાં જ ન હોય તેવા ચુકાદા પર આધાર રાખ્યો હતો.ન્યાયાધીશ એમએમ સાથયેએ
પ્રતિવાદીને કોર્ટમાં મશીન-જનરેટેડ સામગ્રી
ડમ્પ કરવા બદલ ઠપકો આપ્યો હતો અને
કહ્યું હતું કે આવા વર્તનથી ન્યાયની ઝડપી ડિલિવરીમાં અવરોધ આવે છે.
કોર્ટે
નોંધ્યું હતું કે હાર્ટ એન્ડ સોલ એન્ટરટેઈનમેન્ટના ડિરેક્ટર મોહમ્મદ યાસીન દ્વારા
દાખલ કરાયેલી લેખિત રજૂઆતોમાં ચેટજીપીટી જેવા એઆઈ ટૂલ્સની લાક્ષણિક ગિવ-અવે સુવિધાઓ હતી, જેમાં વિશિષ્ટ
ટિક-માર્ક્સ અને પુનરાવતત શબ્દસમૂહોનો સમાવેશ થાય છે.
આ
અરજીઓમાં દિનેશ તુલસીના પત્ની જ્યોતિ વિરુદ્ધ એલિગન્ટ એસોસિએટ્સ નામના કેસનો
ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ,
વાસ્તવમાં તપાસમાં આવો કોઈ ચુકાદો મળી આવ્યો ન હતો.
જો સંશોધનમાં સહાય માટે એઆઈ ટૂલનો ઉપયોગ કરવામાં
આવે તો તે આવકાર્ય છે.પણ જો કે, પક્ષકાર તથા
આવા ટૂલ્સનો ઉપયોગ કરતા વકીલ પર પણ, સંદર્ભોની ચકાસણી
કરવાની અને મશીન/કોમ્પ્યુટર દ્વારા ઉત્પન્ન થતી સામગ્રી ખરેખર સુસંગત, વાસ્તવિક અને અસ્તિત્વમાં છે તેની ખાતરી કરવાની મોટી જવાબદારી છે,એમ ન્યાયાધીશ સાથયેએ અવલોકન કર્યું હતું.
કોર્ટે ખાસ કરીને એ હકીકતની ટીકા કરી હતી કે યાસીને લેખિત રજૂઆતો ફક્ત સહી
કરીને દાખલ કરી હતી, તેમની સામગ્રીની ચકાસણી કરી નહોતી.
દસ્તાવેજો/સબમિશન કોર્ટ પર લાદવાની અને કોર્ટને
અપ્રસ્તુત અથવા અસ્તિત્વમાં ન હોય તેવી સામગ્રીમાંથી પસાર કરાવવાની આ પ્રથાને
નાબૂદ કરવી જોઈએ અને શરૃઆતથી જ તેને દબાવી દેવી જોઈએ,એમન્યાયાધીશે કહ્યું
હતું.
કોર્ટે
ચેતવણી આપી હતી કે આવા વર્તનને દંડવામાં આવશેે અને કોઈ વકીલ આવું કરશે તો તેમની સામે પગલાં લેવા
માટે બાર કાઉન્સિલને પણ રેફર કરાશે.
મુંબઈના
ઓશિવારા ખાતે આવેલા મ્હાડા સંકુલમાં એક ફ્લેટ પર લિવ અને લાઇસન્સ વ્યવસ્થાને કારણે
આ વિવાદ ઉભો થયો હતો. ફ્લેટ ફિલ્મ નિર્માતા દીપક શિવકુમાર બહરીની માલિકીનો હતો અને
તેનો ઉપયોગ હાર્ટ એન્ડ સોલ એન્ટરટેઈનમેન્ટ લિમિટેડ દ્વારા કરવામાં આવતો હતો, જેનું પ્રતિનિત્વિ યાસીન
કરી રહ્યા હતા.
કોર્ટે
ખોટી જુબાની અને તિરસ્કારની કાર્યવાહીની માંગ કરતી કંપનીની અરજીને પણ ફગાવી દીધી
હતી અને બે અઠવાડિયામાં હાઇકોર્ટ કર્મચારી તબીબી ભંડોળમાં ૫૦,૦૦૦ ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.
ન્યાયાધીશ
સાથયેએ જણાવ્યું હતું કે વારંવાર મુલતવી રાખવા અને નકલી પુરાવાઓ પર આધાર રાખવા
સહિત પ્રતિવાદીના વર્તનને કારણે આવી પ્રથાઓને રોકવા માટે દંડ લાદવાની જરૃર છે.


