સ્વજનના અવસાન, સગાઇ સારવાર નિમિત્તે નીકળેલા લોકો અટવાયા

ઇંડિગો એરલાઇન્સની ખોરવાઇ ગયેલી વિમાનસેવાના કારણે
મુંબઇ - હૈદરાબાદ એરપોર્ટ પર અટવાયેલા એક પેસેન્જરે વ્યથિત સ્વરે કહ્યું હતું કે મારા પિતાના અવસાનના સમાચાર મળતા નાગપુરથી પુણે જવા નીકળ્યો અને હવે હૈદરાબાદમાં અટવાયો છું. બીજા એક પ્રવાસી દીકરાની સગાઇ માટે પુણે જતા હતા એ પણ અટવાઇ ગયા હતા. બીજી બાજું કેટલાક પ્રવાસી પોતાના સ્વજનની સારવાર માટે પુણે લઇ જઇ રહ્યા હતા તેમણે તો અન્ય મુસાફરો કરતાં વધુ કપરી સ્થિતિનો સામનો કરવો પડયો હતો.

