જોકે આ તસવીર એઆઇ જનરેટેડ હોવાનો દાવો
મુંબઇ - રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા લગ્નના પરિધાન અને ગળામાં હાર સાથેની તસવીર વાયરલ થઇ છે. એટલું જ નહીં તસવીરમાં ત યુગલની સાથે પ્રભાસ અને મહેશબાબુ પણ જોવા મળી રહ્યા છે. જે જોઇને લોકો આશ્ચર્યમાં પડી ગયા છે અને અટકળ બાંધી રહ્યા છ ેકે, તેમણે ખાનગીમાં લગ્ન કરી લીધા છે.
ઇન્સ્ટાગ્રામ પર યુઝર દ્વારા શેર કરવામાં આવેલી એક તસવીરમાં વિજય દેવરકોંડા અને રશ્મિકા દાના લગ્નના પોષાકમાં જોવા મળી રહ્યા છે. સાથે મહેશ બાબુ અને તેની પત્ની નમ્રતા શિરોડકર પણ જોવા મળી રહી છે.જ્યારેઅન્ય એક તસવીરમા ંપ્રભાસ અન ેમહેશ બાબુ જોવા મળી રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં કપલના નામની સાથે ફૂલોની સજાવટ પણ જોવા મળી રહી હતી.જોકે આ તસવીર એઆઇ જનરેટેડ હોવાનું જણાઇ રહ્યું છે.
વિજય અને રશ્મિકા ફેબુ્રઆરીમાં ઉદયપુરમાં લગ્ન કરવાના હોવાનો રિપોર્ટ હતો. જોકે યુગલે સત્તાવાર પુષ્ટિ આપી નથી.


