પઠાણે સૌથી ઝડપી રૃા. 1 હજાર કરોડનો આંક વટાવીને ઈતિહાસ સર્જ્યો
આમિરની દંગલ 2 હજાર કરોડ સાથે હજુ પણ ટોપ પર
રૃા.1 હજાર કરોડ પાર કરનારી પઠાણ દંગલ, બાહુબલીઃ2, આરઆરઆર અને કેજીએફ- 2 પછી 5મી ફિલ્મ બની
મુંબઈ : શાહરૃખ ખાન અભિનીત *પઠાણ* તેની રિલીઝના પ્રથમ તબક્કામાં વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર રૃા. ૧,૦૦૦ કરોડનો આંકડો સૌથી ઓછા સમયમાં પાર કરનારી પ્રથમ હિન્દી ફિલ્મ બનીને ઇતિહાસ રચ્યો છે.
સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મે તેના ચોથા સોમવારે ભારતમાં રૃ. ૧.૨૫ કરોડની નેટ કમાણી કરી (હિન્દી - રૃ. ૧.૨૦ કરોડ, ડબ કરેલ સંસ્કરણો - રૃ. ૦.૦૫ કરોડ) હતી. *એકંદરે વિશ્વવ્યાપી ગ્રોસ કલેક્શન અવિશ્વસનીય (ભારતમાંઃ રૃ. ૬૨૩ કરોડ, વિદેશમાંઃ રૃ. ૩૭૭ કરોડ),રૃ. ૧૦૦૦ કરોડ સુધી પહોંચી ગયું છે એવી જાણકારી યશરાજ સ્ટુડિયોએ આપી હતી.
યશરાજ સ્ટુડિયોના જણાવ્યા મુજબ, પઠાણ હિન્દી સિનેમાના ઈતિહાસમાં તેના પ્રારંભિક રન દરમિયાન સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની હતી. આમિર ખાનની દંગલ એ સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ છે, જેની કમાણી રૃ. ૨,૦૦૦ કરોડથી વધુ હતી. આ ફિલ્મે તેના પ્રથમ રન અથવા રિલીઝના પ્રથમ તબક્કામાં લગભગ રૃ. ૭૦૦ કરોડની કમાણી કરી હતી. પણ બીજા તબક્કામાં ચીનના થિયેટરોમાં રિલીઝ થયા પછી તેની વિશ્વવ્યાપી કમાણી રૃ. ૧,૦૦૦ કરોડ સુધી પહોંચી હતી.
રૃા. એક હજાર કરોડનો આંક વટાવનારી અન્ય ફિલ્મોમાં બાહુબલી -૨ઃ ધી કન્ક્લ્યુઝન, આરઆરઆર અને કેજીએફઃ ચેપ્ટર ટુ સામેલ છે.
પઠાણ તે જ નામના જાસૂસ (શાહરૃખ)નું નિરૃપણ કરે છે, જે આતંકવાદી જૂથ આઉટફિટ એક્સને ભારત પર ઘાતક હુમલો કરતા અટકાવવા ફરી સક્રિય થાય છે.
આએક્શન થ્રિલરમાં જોન અબ્રાહમ, દીપિકા પદુકોણ, ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણા પણ છે. પઠાણ શાહરૃખની ૨૦૧૮ના ઝીરોના ચાર વર્ષ પછી પહેલી મોટી રિલીઝ છે. નિર્માતા આદિત્ય ચોપરાના સ્પાય થ્રિલરમાં આ ચોથી ફિલ્મ છે. અગાઉ જાસૂસી ફિલ્મ શ્રેણીમાં તેમણે સલમાન ખાન સાથે એક થા ટાઈગર અને ટાઈગર ઝિન્દા હૈ તેમજ હૃતિક રોશન સાથે વોર ફિલ્મ બનાવી હતી.