Mumbai

એરપોર્ટ પર વિદેશી દુર્લભ વન્યજીવો સાથે બેંગકોકથી આવેલા મુસાફરની ધરપકડ

By GS TEAM
10 Aug 20252 mins read
એરપોર્ટ પર વિદેશી દુર્લભ વન્યજીવો સાથે બેંગકોકથી આવેલા મુસાફરની ધરપકડ

ટ્રોલી બેગમાં છુપાવેલ વન્યજીવો મળી આવ્યા

બેગમાંથી બે કિન્કાજોસ, બે પિગ્મી માર્મોસેટ્સ અને ૫૦ આલ્બિનો રેડ ઈયર સ્લાઈડર્સ જપ્ત કર્યા

મુંબઈ  - છત્રપતિ શિવાજી મહારાત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે બેંગકોકથી આવેલા એક મુસાફરને વિદેશી દુર્લભ વન્યજીવોની દાણચોરી કરવાનો પ્રયાસ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી ૫૪ જેટલા વિદેશી દુર્લભ વન્યજીવો જપ્ત કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, આ કેસમાં શારુખાન હસિયનની ધરપકડ કરવામાં આવી હતી. બાતમીના આધારે કસ્ટમ વિભાગ ઝોન- ૩ના  અધિકારીઓએ કામગીરી કરતા ઈન્ડિગો ફાલઈટ ૬ઈ૧૦૫૨ થી  બેંગકોકથી આજે સવારે મુંબઈ એરપોર્ટ પર પહોંચેલા હસિયનને શંકાના આધારે અટકાવવામાં આવ્યો હતો.

આ બાદ કસ્ટમ્સ અધિકારીઓએ તેના સામાનની સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં ટ્રોલી બેગની તપાસ કરતા તેમાંથી જીવંત વિદેશી દુર્લભ વન્યજીવો છુપાવેલા રાખવામાં આવેલા જોવા મળ્યા હતા. 

જેમાં અધિકારીઓએ ટ્રોલી બેગમાં છુપાવેલ  બે જીવંત કિન્કાજોસ (નાના રિંછ), બે જીવંત પિગ્મી માર્મોસેટ્સ (દુનિયાનો સૌથી નાના વાંદરાની પ્રજાતિ) અને ૫૦ જીવંત આલ્બિનો રેડ- ઈયર સ્લાઈડર્સ (ંનાના કાચબાઓ) જપ્ત કર્યા હતા.

વધુમાં કિન્કાજોસ અને પિગ્મી માર્મોસેટ્સ વન્યજીવો પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિ લુપ્તપ્રાય પ્રજાતિઓમાં આંતરરાષ્ટ્રીય વેપાર પરના કન્વેન્શન (સીઆઈટીઈએસ) હેઠળ સુરક્ષિત છે અને ભારતના વન્યજીવન સંરક્ષણ અધિનિયમ, ૧૯૭૨ હેઠળ પણ સૂચિબદ્ધ છે. તે જ સમયે આલ્બિનોડ રેડ ઈયર્ડ સ્લાઈડર્સ સીઆઈટીઈએસ અથવા વન્યજીવન સંરક્ષણ અધિનિયમ, ૧૯૭૨ હેટળ સૂચિબદ્ધ નથી. 

આ કેસમાં હસિયનની કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ અને વન્યજીવન સંરક્ષણ એક્ટ, ૯૧૭૨ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. કસ્ટમ વિભાગે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.