Get The App

પાપારાઝીઓની એજન્સી જયા બચ્ચન વિરુદ્ધ સિનટ્ટામાં ફરિયાદ નોંધાવશે

Updated: Dec 5th, 2025

GS TEAM

Google News
Google News
પાપારાઝીઓની એજન્સી જયા બચ્ચન વિરુદ્ધ સિનટ્ટામાં ફરિયાદ નોંધાવશે 1 - image


મીડિયાકર્મીઓના અપમાનજનક ટીપ્પણી બદલ આચાર સંહિતા સ્થાપિત કરવાના પ્રયાસ

મુંબઇ - આ અઠવાડિયાની શરૃઆતમાં મુંબઇમાં આયોજિત એક કાર્યક્રમમાં જયા બચ્ચને પાપારાઝીઓ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.જયા બચ્ચને તેમને ગંદા પેન્ટ પહેરીને  પોતાની સાથે મોબાઇલ લઇને આવનારા લોકો એમ સમજે છ ેકે તેઓ ગમે તે વ્યક્તિની તસવીર લઇ શકે છે. જયા બચ્ચનની આવી ટીપ્પણીથી મીડિયાકર્મીઓ વિચારવિર્મશ કરીને પીઢ અભિનેત્રી વિરુદ્ધ સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિયેશનમાં ફરિયાદ નોંધાવાની તૈયારી કરી રહી છે. પાપારાઝીઓ એજન્સીઓ સાથે મળીને ફરિયાદ નોંધાવશે. 

ફિલ્મની સેલિબ્રિટીઓ સાથે એક મીટિંગ યોજીને તેઓ આ બાબતે ચર્ચા કરવા માંગે છે. 

જયા બચ્ચને પાપારાઝીઓના પોશાક પર અપમાનજનક ટીપ્પણી કરી છે.ફોટોગ્રાફરોનું કહેવું છે કે, અમે હંમેશાથી તેમને જયા બચ્ચનજી કહીને જ સંબોધ્યા છે. અમે ઇમાનદારીથી અમારું કામ  કરી રહ્યા છીએ. હવે સમય આવી ગયો છે કે, જયાજીની ટીપ્પણીઓનો જવાબ સખતાઇથી આપવામાં આવે. અમને જ્યારે પણ કોઇ તસવીર લેવા ના પાડે છે તો અમે લેતા નથી હોતા. 


Tags :