ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે ભરતી ચાલતી હતીઃ ૫૩ની પૂછપરછ
મુંબઈ,
અકોલા, નાંદેડ, પુણે, મીરા રોડ, નાલાસોપારા,
નાસિક, જળગાંવ, નાગપુર
સહિતનાં શહેરોમાં દરોડા
દિલ્હી-હરિયાણામાં આતંકી હુમલાના કાવતરાંની તપાસમાંથી કડી મળીઃ આઈએસઆઈના
ઈશારે ગેંગસ્ટર ભટ્ટીનું મોડયુલ
મુંબઈ
- મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ
સ્કવોડએ મુંબઈ સહિત રાજ્યનાં જુદાં જુદાં શહેરોમાં ૪૦થી વધુ સ્થળે પાકિસ્તાન સ્થિત
ગેંગસ્ટર શહઝાદ ભટ્ટી સાથે સંપર્ક ધરાવતા લોકોને ત્યાં દરોડા પાડયા હતા. આ કાર્યવાહી દરમિયાન ઓછામાં ઓછા ૫૩ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.ભટ્ટી સોશિયલ મીડિયા દ્વારા ભારતમાં યુવાનોને
રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ તરફ પ્રેરિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનું કહેવાય છે.
ે મુંબઈ, અકોલા, નાંદેડ, પુણે, મીરા રોડ, નાલાસોપારા ,
નાસિક, જળગાંવ, નાગપુર
અને રાજ્યના અન્ય વિવિધ સ્થળોએ સવારથી દરોડા પાડવામાં આવ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે
એટીએસ પાસે કેટલાક વ્યક્તિઓની શંકાસ્પદ પ્રવૃત્તિઓ વિશે ચોક્કસ માહિતી હતી. તેઓ
કથિત રીતે ભટ્ટી અને તેના સિન્ડિકેટના સંપર્કમાં હતા.
ગયા અઠવાડિયે તપાસકર્તાઓને
જાણવા મળ્યું હતું કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ શહજાદ ભટ્ટી મોડયુલ સાથે
જોડાયેલા કાર્યકરો દ્વારા દિલ્હીના એક ઐતિહાસિક મંદિર, દિલ્હી-સોનીપત
હાઇવે પરના એક લોકપ્રિય ઢાબા અને હરિયાણામાં એક
લશ્કરી છાવણી પર હુમલાઓનું કથિત કાવતરું ઘડયું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે
દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ દ્વારા તેમના ગેંગ બસ્ટ ઓપરેશન ટુ.ઝીરો હેઠળ અનેક
રાજ્યોમાંથી ધરપકડ કરાયેલા મોડયુલના કથિત નવ ઓપરેટીવની પૂછપરછ
દરમિયાન આ ખુલાસો થયો હતો.
દિલ્હી પોલીસે તાજેતરમાં પાંચથી
સાત મે દરમિયાન રાષ્ટ્રીય રાજધાની દિલ્હી , હરિયાણા,
પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં સંગઠિત
ગુનાખોરી સિન્ડિકેટ અને તેમના સંબધિત
નેટવર્કને લક્ષ્ય બનાવતા ૪૮ કલાકના
ઓપરેશન દરમિયાન ૪૮૨ કથિત ગેંગસ્ટરો અને
સહયોગીઓની ધરપકડ કરી હતી. એમાં ભટ્ટી સાથે જોડાયેલા નવ ઓપરેટિવનો પણ સમાવેશ થાય
છે.
પોલીસના જણાવ્યા અનુસાર
આરોપીઓને ઉત્તર ભારત અને દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં સુરક્ષા કર્મચારીઓ પર રેન્ડમ
ગોળીબાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. એમાંથી કેટલાક શહજાદ ભટ્ટી નેટવર્ક
માટે શોની હેરાફેરીમાં સામેલ હોવાનો આરોપ છે.


