માહિરા સહિતના પાક કલાકારનો ઈન્સ્ટા એકાઉન્ટ ભારતમાં બ્લોક
ભારત સરકાર દ્વારા કાનૂની અનુરોધ બાદ પગલું
જોક, ફવાદ ખાન , સિંગર આતીફે અસ્લમ સહિત કેટલાકનાં એકાઉન્ટસ હજુ પણ જોઈ શકાય છપાકિસ્તાની કલાકારો માહિરા ખાન, હાનિયા આમિર, સનમ સઈદ અને અલી ઝાફરનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટસ ભારતમાં બ્લોક કરી દેવાયાં છે. પહલગામ હુમલા બાદ ભારત સરકાર તરફથી મળેલા એક કાનૂની અનુરોધને અનુસરીને આ પગલું લેવાયું હોવાનું જણાવાયું છે.
ઈન્ટાગ્રામ યૂઝર્સ આ કલાકારોની પ્રોફાઈલ વિઝિટ કરવાનો પ્રયાસકરે છે ત્યારે તેમને એવો મેસેજ વાંચવા મળે છે કે, આ એકાઉન્ટ ભારતમાં ઉપલબ્ધ થી. આ કન્ટેન્ટને અંકુશિત કરવાની અમને મળેલી કાનૂની વિનંતીને કારણે આમ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગઈ તા. ૨૬મી માર્ચે પહલગામમાં આતંકવાદીઓએ કરેલા હુમલામાં ૨૬ પર્યટકોનાં મોત થયાં બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી છે.
બિલાલ અબ્બાસ, ઈકરા અઝીઝ, આયેઝા ખાન, ઈમરાન અબ્બાસ અને સજલ અલી સહિતના અન્ય પાકિસ્તાની કલાકારોનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટસ પણ બ્લોક કરી દેવાયાં છે.
પાકિસ્તાની કલાકાર ફવાદ ખાનની ફિલ્મ 'અબીર ગુલાલ' પણ આ હુમલા બાદ ભારતમાં રીલિઝ ન થાય તેવી શક્યતા છે. જોકે, ભારતીય યૂઝર્સ હજુ પણ ફહાદ ખાનનું ઈન્સ્ટાગ્રામ એક્સેસ કરી શકે છે.
આ ઉપરાંત અન્ય કેટલાક પાકિસ્તાની કલાકારો સિંગર આતીફ અસલમ, ફરહાન સઈદ, અલી સેઠી, શફકાત અમાનત અલી, 'સનમ તેરી કસમ' ફિલ્મથી બોલીવૂડ ડેબ્યૂ કરનાર માવરા હોકેન, 'હિંદી મિડિયમ'ની કલાકાર સબા કમર, 'મોમ' ફિલ્મથી જાણીતા અદનાન સિદ્દિકી , હમઝા અલી અબ્બાસી, બિગ બોસમાં દેખાયેલી વીણા મલિક, સારવત ગિલાની, મહેરબાનો, નિમરા બુચા અને યાસિર રિઝવી સહિતના કેટલાક કલાકારોનાં એકાઉન્ટસ હજુ પણ ભારતમાં જોઈ શકાય છે.