Get The App

ટીસીએસ કેસમાં ઓવૈસીનો બચાવ નિદાખાન સામે મીડિયા ટ્રાયલ

Updated: May 10th, 2026

GS TEAM

Google News
Google News
ટીસીએસ કેસમાં ઓવૈસીનો બચાવ નિદાખાન સામે મીડિયા ટ્રાયલ 1 - image

બુરખો પહેરવો કે ધામક પુસ્તક રાખવું ગુનો નથી

પક્ષને કેસ સાથે જોડવાનો પ્રયાસ રાજકીય દ્વેષથી પ્રેરિત

મુંબઈ  -       અસદુદ્દીન ઓવૈસીએ ટીસીએસના કથિત યૌન ઉત્પીડન અને બળજબરીથી ધર્માંતરણ કેસમાં આરોપી નિદાખાનના સમર્થનમાં નિવેદન આપતાં કહ્યું કે તેના વિરુદ્ધ મીડિયા ટ્રાયલ ચલાવવામાં આવી રહી છે. તેમણે દાવો કર્યો કે કોર્ટમાં નિદાખાન નિર્દોેષ સાબિત થશે.

નાશિક પોલીસ દ્વારા ગુરુવારે છત્રપતિ સંભાજીનગરમાંથી નિદાખાનની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં  એઆઈએમઆઈએમના કોર્પોેરેટર મતીન પટેલ સામે પણ નિદાને આશરો આપવાનો ગુનો નોંધાયો છે. ત્યારબાદ મહાયુતિ સરકારના કેટલાક નેતાઓએ  એઆઈએમઆઈએમની ભૂમિકા અંગે વધુ તપાસની માગણી કરી હતી.

  ઓવૈસીએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ટીસીએસ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નિદાખાનનો એચઆર વિભાગ સાથે કોઈ સંબંધ નહોતો. અત્યાર સુધીમાં નોંધાયેલા નવ એફઆઇઆરમાંથી માત્ર એકમાં ધામક ભાવનાઓ દુભાવવાનો આરોપ મૂકાયો છે.

 તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, બુરખો અથવા પયગંબર મહંમદ પરનું પુસ્તક રાખવું શું ગુનો છે? આવી વસ્તુઓ તો દરેક મુસ્લિમ ઘરમાં જોવા મળે છે.ઓવૈસીએ વધુમાં કહ્યું કે મીડિયા જો ન્યાયાધીશ અને જ્યુરીની ભૂમિકા ભજવશે તો તે ન્યાયપ્રણાલી માટે જોખમી સાબિત થશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ન્યાયતંત્ર યોગ્ય નિર્ણય આપશે.

 એઆઈએમઆઈએમને આ કેસ સાથે જોડવાનો પ્રયાસ રાજકીય દ્વેષથી પ્રેરિત હોવાનું પણ ઓવૈસીએ જણાવ્યું. દરમિયાન નાશિક પોલીસની એસઆઇટી દ્વારા ટીસીએસની નાશિક યુનિટ સાથે જોડાયેલા છેડતી અને ઉત્પીડનના નવ કેસોની તપાસ ચાલુ છે.