મુંબઈ, થાણે, સહિતનાં શહેરોમાં કાર્યવાહી
હાઇપરટેન્શન, ડાયાબિટીસ, ક્ષય રોગ, હૃદય રોગ હલ્કી દવાઓ સરકારી હોસ્પિટલોમાં પણ પહોંચી ગઈ
મુંબઈ - છેલ્લા એક વર્ષમાં મહારાષ્ટ્રમાં ૧૭૬ દવાની દુકાનો અને ૩૯ જથ્થાબંધ વેપારીઓના(હોલસેલર) લાઇસન્સ હલકી ગુણવત્તાવાળી દવાઓ વેચાણ કરવા બદલ રદ કરવામાં આવ્યાં હોવાની માહિતી વિધાનસભામાં અપાઈ હતી.
ધારાસભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં, માહિતી અપાઈ હતી કે ૧૭૬ રિટેલ દવાની દુકાનો અને ૩૯ જથ્થાબંધ વેપારીઓના લાઇસન્સ રદ કરવામાં આવ્યા હતા. વધુમાં, ૧૩૬ રિટેલર્સ અને ૯૩ જથ્થાબંધ વેપારીઆને ત્યાં તપાસ કી તેઓને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી હતી, અને હલકી ગુણવત્તાવાળા કફ સિરપ વેચવા બદલ લાઇસન્સ રદ કરવામાં આવ્યા હતાં.
ઓક્ટોબર ૨૦૨૪માં એફ ડી એ હાથ ધરેલી ખાસ ઝુંબેશ દરમિયાન દવાની દુકાનો અને કંપનીઓમાં નકલી ઉધરસ સિરપ મળી આવ્યા હતા. ડોકટરો, ક્લિનિકલ સંસ્થાઓ અને ફાર્માસિસ્ટને પ્રોપ્રાનોલોલ ધરાવતી દવાઓ લખી ન આપવા કે વેચવા નહીં તે અંગે સૂચના આપવામાં આવી હતી.
મુંબઈ, થાણે, પુણે, છત્રપતિ સંભાજી નગર અને નાગપુર વિભાગોમાં ૧૦ સ્થળોએ ૩૬ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી ૩૪ હલકી ગુણવત્તાવાળા હોવાનું જાણવા મળ્યું હતું. આમાં હાઇપરટેન્શન, ડાયાબિટીસ, ક્ષય રોગ, હૃદય રોગ અને રક્ત શુદ્ધિકરણ માટેની દવાઓનો સમાવેશ થતો હતો.
રાજ્યમ ાં પીડિયાટ્રિક કફ સિરપના ચોક્કસ બ્રાન્ડના છ નમૂનાઓ પણ હલકી ગુણવત્તાના હોવાનું જાણવા મળ્યું હતું. આ દવાઓમાં કેટલાક ઘટકોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા અથવા તેમને ભેગા કરવામાં આવ્યા હતા અને દવા બજારમાં નવા નામથી વેચવામાં આવી હતી. કેટલીક નકલી અને હલકી ગુણવત્તાવાળી દવાઓ સરકારી હોસ્પિટલોમાં અનધિકૃત કંપનીઓ દ્વારા પૂરી પાડવામાં આવી હતી.


