Get The App

16 લાખમાં મેડિકલ મશીન મગાવ્યું પેકિંગમાંથી પ્લાયવુડ અને પુંઠાં જ નીકળ્યા

Updated: Dec 9th, 2025

GS TEAM

Google News
Google News
16 લાખમાં મેડિકલ મશીન મગાવ્યું  પેકિંગમાંથી  પ્લાયવુડ અને પુંઠાં જ નીકળ્યા 1 - image


મલાડની બિઝનેસ વુમન સાથે છેતરપિંડી

 ડિલિવરીમાં વિલિંબઃ ચેક પણ બાઉન્સ થયા ઃ વડોદરામાં કંપની ધરાવતા રાજકોટના રહીશ ડો. નિશાંત મહેતાની ધરપકડ

મુંબઈ -  મુંબઈની બિઝનેસવુમને વડોદરાની એક કંપની પાસેથી ૧૬ લાખમાં એક મેડિકલ મશીન મગાવ્યું હતું. જોકે, બહુ વિલંબ બાદ ડિલિવરી મળી ત્યારે પેકિંગમાંથી મશીનને બદલે ફક્ત  પ્લાયવુડ અને પુંઠાં જ નીકળ્યાં હતાં. મહિલાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે રાજકોટમાં રહેતા અને વડોદરામાં કંપની ધરાવતા નિશાંત મહેતાની ધરપકડ કરી હતી. 

વિગત મુજબ, આ કેસમાં મૂળ રાજકોટના ભક્તિનગરના રહેવાસી અને વડોદરામાં દુકાન ધરાવતા  નિશાંત ભાનુભાઈ મહેતાની ધરપકડ કરવામાં આવી હતી.

અંધેરીના  અંબોલીમાં રહેતાં પ્રીતિ પવારે ગોરેગાંવ  મુલુંડ લિંક રોડ પર એક મેડિકલ સેન્ટર શરુ કરવા  માટે કોલોન હાઈડ્રોથેરાપી અને ઈન્ફ્રારેડ સોના સારવાર માટે મશીન મગાવ્યાં હતાં.  ઓનલાઈન તપાસ કરતા  તેમને વડોદરામા ન્યુ વી.આઈ. પી. રોડ પર   આવેલી નેકસોર્થ ઓર્થોપેડિક પ્રાઈવેટ લિમિટેડ પાસે આ મશીનો હોવાની જાણ થઈ હતી. આ બાદ પીડીતાએ કંપનીના માલિક હોવાનો દાવો કરનાર ડો. નિતેશ મહેતા સાથે વાત કરી હતી.  નિતેશ મહેતાએ તેમને એડવાન્સ પેમેન્ટ કરવા જણાવ્યું હતું. 

દરમિયાન પ્રીતિ પવારના પતિએ વડોદરા સ્થિત એક મિત્રને  કંપનીની મુલાકાત લેવા અને મશીનો ઉપલબ્ધ છે કે નહીં તેની ચકાસણી કરવા જણાવ્યું હતું.  તપાસ બાદ  પ્રીતિ પવારે  અગાઉ એક લાખની ચૂકવણી કરીને મશીનો બુક કરાવ્યા હતા. પ્રીતિ પવારે આ મશીનો ખરીદવા માટે બેંકમાંથી સાત લાખની લોન પણ લીધી હતી. તેમણે વડોદરાની કંપનીને કુલ ૧૬ લાખ રુપિયાની ચૂકવણી કરી હતી. 

જોકે, સંપૂુર્ણ પેેમેન્ટ બાદ પણ મશીનો મળ્યા ન હતા.  પ્રીતિ પવારે ડો. નિશિત  મહેતાને સંપર્ક કરતા તેણે દાવો કર્યો હતો કે મશીનો લઈ જતા વાહનને અકસ્માત થયો હોવાથી વિલંબ થયો છે. તે પછી પણ ડિલિવરી મળી ન હતી. આથી  પ્રીતિ પવારે  રિફંડની માંગણી કરી હતી. આથી નિશિત મહેતાએ પ્રીતિ પવારને પૈસા ટ્રાન્સફર કર્યા હોવાનું જણાવીને બેંક ટ્રાન્સફર રસીદનો ફોટો પણ મોકલ્યો હતો. પરંતુ પીડીતાના બેંક ખાતામાં પૈસા જમા ન થતાં ટ્રાન્સફર રસીદ બનાવટી હોવાનું બહાર આવ્યું હતું.  આથી બાદમાં આરોપીએ ચેક આપ્યો હતો. તે પણ બાઉન્સ થઈ ગયો હતો. 

ત્યારબાદ ૧૯ નવેમ્બરના રોજ મહેતાએ ફરીથી ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ જાતે કોલોન હાઈડ્રોથેરાપી મશીન લાવીને ઈન્સ્ટોલ કરશે.  જોકે, નિશિત મહેતાએ મશીનો  મોકલ્યાં હતાં પરંતુ તે ઈન્સ્ટોલ કરવાનું ટાળ્યું  હતું. 

આથી શંકા જતાં પ્રીતિ પવારે ેબોક્સ ખાલતાં જ તેમાં મશીનોને બદલે પ્લાયવુડ અને કાર્ડબોર્ડ બોક્સ જોવા મળ્યા હતા. તેથી પોતાની સાથે રુ. ૧૬.૨૪ ની છેતરપિંડી થઈ હોવાનું અહેસાસ થતાં  તેમણે મલાડ સ્ટેશને ફરિયાદ આપી હતી. પોલીસે  ે છેતરપિંડી બનાવટી દસ્તાવેજો અને ભંડોળના દુરુપયોગ માટે કેસ નોંધી રાજકોટના  ભક્તિનગરમાં રહેતા અને વડોદરાના ન્યુ વીઆઈપી રોડ પર ઓફિસ ધરાવતા ડો. નિશાંત મહેતાની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ કોર્ટે સમક્ષ રજૂ કરતાં કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા હતા.


Tags :