બેન્ક ખાતાં ખાલી હોય છતાં એસઆરએ પ્રોજેક્ટસ અપાયા
એસઆરએ માટે બહુ શરમજનક વાત ઃ આવી વ્યવસાયિક બેદરકારી સ્વીકારી શકાય નહિઃ હાઈકોર્ટ
મુંબઈ - બેન્ક ખાતા તળીયા ઝાટક હોય એવા ડેવલપરો એસઆરએના અનેક પ્રોજેક્ટો હાથ ધરી રહ્યા હોવાનું જાણીને કોર્ટે આઘાત વ્યક્ત કર્યો હતો. એમાં એક તો ૫૩૧ કમર્શિયલ અને રેસિડેન્શિયલ મકાનોના પ્રોજેક્ટનો સમાવેશ હોવાનું કોર્ટે નોંધ્યું હતું.
કોર્ટે એસઆરએના સીઈઓને આ બાબતની તપાસ કરવા જણાવ્યું છે અને એસઆરએ માટે શરમની વાત ગણાવીને આવી વ્યાવસાકિ બેદરકારીને સ્વીકારી શકાય નહીં એમ જણાવ્યું હતું.
વિજય ગુજર નામની વ્યક્તિએ કરેલી અરજીની સુનાવણી ચાલી રહી હતી. અરજીમાં કાંદિવલીમમાં દર્શન ડેવલપર્સ પાત્ર ઝૂંપડાંવાસીઓને ટ્રાન્સિટ ભાડું ચૂકવવામાં નિષ્ફળ ગયા હોવાનો આરોપ કર્યો હતો.
ડેવલપ કરાયેલા મકાનમાં ફ્લેટની ફાળવણીમાં વિલંબ કરાતો હોવાનો પણ આરોપ કરાયો હતો. ૨૩ ડિસેમ્બરે કોર્ટે ડેવલપરને રૃ. ૨.૯ કરોડ એસઆરએમાં દસ દિવસમાં જમા કરવા જણાવ્યું હતું અને પ્રોપ્રાઈટરો પ્રવીણ સત્રા, દર્શન સત્રાને તેમની સ્થાવર અને જંગમી મિલકતો બેન્ક ખાતાની વિગતો અને મુંબઈમાં અને આસપાસ તેમના અન્ય પ્રોજેક્ટો તથા છેલ્લા પાંચ વર્ષના ઈનકમ ટેક્સ રિટર્ન સીલ કવરમાં રજૂ કરવા જણાવ્યું છે. ૨૪ ડિસેમ્બરે કોર્ટે સોગંદનામું વાંચીને જણાવ્યું હતું કે અમને એ જાણીને આંચકો લાગ્યો છે કે બેન્કમાં જૂજ રકમ ધરાવતા કે આર્થિક સ્થિત મજબૂત નહોય એવા ડેવલપરે વન બીએચકે, ટુ બીએચકે અને કમર્શિયલ જગ્યા સહિત ૫૩૧ યુનિટ વેચ્યા છે. વેચાણમાંથી ઉપજેલી રકમ કયા બેન્ક ખાતામાં જમા થઈ છે એની પણ કોઈ જાણકારી નથી.
સરાકરી નોકરી કરતા નીચલા વર્ગના કર્મચારીઓ પાસે પણ બેન્ક બેલેન્સ સારું હશે, એમ કોર્ટે આદેશમાં નોંધ્યું હતું.
ડેવલપરે કોઈ રીતે પ્રોજેક્ટ થર્ડ પાર્ટી પાસેથી આંચકી લીધો હોવો જોઈએ અને એસઆરએને તેની જાણ નથી અથવા અંધારામાં રખાઈ છે, એમ કોર્ટે જણાવ્યું હતું.
બોગસ અને સો ટકા મની લોન્ડરિંગનો કેસ લાગે છે. નાની એવી રકમ ધરાવતી વ્યક્તિ ડેવલપર બનીને ૫૩૧ ફ્લેટ વેચી શકે? એસઆરએ આના પર નિયંત્રણ રાખી શકતી નહોય તો સિસ્ટમ શું કામની? એસઆરએ માટે શરમજનક બાબતછે. પ્રવીણ સત્રા સામે ખોટા સોગંદનામાની કાર્યવાહી શર- કરવી પડશે, એમ કોર્ટે જણાવ્યું હતું.
કોર્ટે કોર્ટ રિસિવર નિયુક્ત કર્યા છે અને સકારી ઓથઓરિટી સાથે બિલ્ડરે ફ્રોડ કર્યું હોય તો તેની સામેફોજદારી ફરિયાદ નોંધાવવાની એસઆરએને છૂટ આપી છે.


