Mumbai

માલેગાંવ કેસમાં ચુકાદાને પડકારતી અપીલનો વિરોધ

By GS TEAM
15 Nov 20251 min read
માલેગાંવ કેસમાં ચુકાદાને પડકારતી અપીલનો વિરોધ

અપીલ બાબતે સુનાવણી બે સપ્તાહ મોકુફ

નિર્દેષ છૂટકારાના ચુકાદાને પડકારતી અપીલના કારણો  ખોટાં  અને નિરાધાર હોવાનો આરોપીનો દાવો

મુંબઈ -  માલેગાંવ બોમ્બ ધડાકા કેસના સાતે આરોપીને નિર્દોષ જાહેર કરતાં વિશેષ સેશન્સ કોર્ટના આદેશને પીડિતોના પરિવારે હાઈકોર્ટમાં પડકાર્યો છે. આ ચુકાદો રદ કરવા માટે કાયેલી અપીલમાં અપાયેલા કારણ ખોટા, ગેરકાયદે,અસ્પષ્ટ, નિરાધાર અને અવિશ્વસનીય હોવાનો દાવો કરીને મુક્ત કરાયેલા આરોપીઓમાંના એકે અપીલનો વિરોધ કરીને ફગાવવાની માગણી કરી છે.

બીજી બાજુ અપીલ સાથે કેસ અને પુરાવા સંબંધી દસ્તાવેજો રજૂ કરાયા નથી. અપીલ પર સુનાવણી માટે વિશેષ કોર્ટે આપેલા આદેશ અને પુરાવા સંબંધીત અન્ય મહત્ત્વના દસ્તાવેજોની ટ્રુકોપી રજૂ કરવી જરૃરી હોવાનું કોર્ટના ધ્યાનમાં લવાયું હતું. કેસની શરૃઆતમાં તપાસ કરનારા એટીએસ દસ્તાવેજ મેળવવા પ્રયાસ કરવાનું પણ કોર્ટે જણાવ્યું છે. આ ઉપરાંત અપીલ બાબતે નોટિસ નહીં પહોંચી હોય તેવા અન્ય આરોપીઓને  નોટિસ મોકલવાનો આદેશ કોર્ટે એટીએસને આપ્યો છે અને સુનાવણી બે સપ્તાહ મોકૂફ રાખી છે.

નિર્દોષ છૂટેલા સમીર કુલકર્ણીએ જવાબ નોંધાવીને મૃતકના પરિવારે દાખલ કરેલી અપીલનો વિરોધ કર્યો છે. સમય વેડફવા અપીલ કરાઈ છે અને એનઆઈએએ દાખલક રેલા આરોપનામા ગેરકાયદે છે અને મકોકા હટાવવાના કરવાના નિર્ણયને કોઈએ પડકાર્યો નથી, એમ જણાવ્યું છે.