Get The App

હોમિયોપેથિક ડોક્ટરોને એલોપેથીની દવા આપવાની મંજૂરીનો વિરોધ

Updated: Jul 8th, 2025

GS TEAM

Google News
Google News
હોમિયોપેથિક ડોક્ટરોને એલોપેથીની દવા આપવાની મંજૂરીનો વિરોધ 1 - image


હાઈકોર્ટનો સ્ટે હોવા છતાં જાહેરનામું પ્રગટ કરાયું

ફાર્માકોલોજીમાં છ મહિનાનો કોર્સ કરનારા હોમિયોપેથી તબીબોને છૂટ સામે આઈએમએ હાઈકોર્ટમાં ઝડપી સુનાવણીની માંગ કરશે

મુંબઈ -  ફાર્માકોલોજીમાં છ મહિનાનો કોર્સ કર્યા પછી હોમિયોપેથિક ડોક્ટરો મોર્ડન મેડિસિન્સનું પ્રિસ્ક્રિપ્શન લખી શકે છે તેવા સરકારના જાહેરનામાના ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને સોમવારે ઝાટકણી કાઢી હતી. આઇએમએ (ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન)ના રાષ્ટ્રીય ઉપપ્રમુખ શિવકુમાર ઉત્તુરેએ કહ્યું કે 'આ તદ્દન ખોટું છે અને દર્દીઓ સાથે છેતરપિંડી થશે અને તેમને આધુનિક નબળી તબીબી સારવાર મળી શકે છે અમે વિરોધ કરીએ છે. આ મામલો હાઇકોર્ટમાં છે અને આઇએનએ દ્વારા કરાયેલી પીટિશન પર હાઇકોર્ટે સ્ટે આપ્યો હતો.

મહારાષ્ટ્ર મેડિકલ એજ્યુકેશન એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે  હોમિયોપેથી ડોક્ટરો માટે સીસીએમપી કોર્સ ઇન મોર્ડન ફાર્મેકોલોજી) ચાલુ કર્યો છે અને તે પછી હોમિયોપેથિક ડોક્ટરો આધુનિક મેડિસનનું પ્રિસ્ક્રિપ્શન લખી શકશે તેવું જાહેરનામું મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલે (એમએમસી)એ તાજેતરમાં ૩૦મી જૂને જાહેર કર્યું હતું.

આ  મુદ્દો ૨૦૧૪થી ચર્ચામાં છે. વર્ષ ૨૦૧૪માં મહારાષ્ટ્ર હોમિયોપેથિક પ્રેક્ટિશનર્સ એક્ટ એન્ડ મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ એક્ટ, ૧૯૬૫માં સરકારે સુધારો કર્યો હતો અને કેટલીક શરતોના આધીન હોમિયોપેથી ડોક્ટરોને આધુનિક દવાઓનું પ્રિસ્ક્રિપ્શન લખવાની છૂટ આપી હતી. આ સુધારાઓ સામે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને ધા નાખી હતી.

હવે  તાજેતરના જાહેરનામા પછી ડો. ઉત્તુરેએ કહ્યું કે 'અમારી અરજી પર જલ્દી સુનાવણી કરવા અમારે હાઇકોર્ટમાં જવું પડશે. આ નોટિફિકેશનથી એમએમસીનું વૈધાનિક માળખું ખોરવાય છે અને દર્દીઓમાં ગૂંચવાડો ઊભો થશે.

ફેબુ્રઆરી ૨૦૨૫માં એમએમસીએ  ૨૦૧૪ના સુધારાઓનો અમલ કરવાનો નિર્ણય કર્યો હતો. સીસીએમપી પાસ કરી હોય તેવા ડોક્ટરોને રજિસ્ટર કરવા એમએમએની વેબસાઇટ પર ૧૫મી જુલાઈથી પોર્ટલ શરૃ કરવામાં આવશે.


Tags :