Get The App

દિક્ષીતના કેટલાક દેહાવશેષ જ મોકલાયાઃ ડીએનએ ટેસ્ટની પરિવારની માંગ

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
દિક્ષીતના કેટલાક દેહાવશેષ જ મોકલાયાઃ ડીએનએ ટેસ્ટની પરિવારની માંગ 1 - image

હાઈકોર્ટે અરજી પર ડીડીએ શિપિંગનો જવાબ માગ્યો

મૃતદેહને બદલે સળગી ગયેલાં હાડકાના કેટલાક ટુકડા જ અપાયા છેઃ કોઈ ઓળખ શક્ય નથીઃ પરિવાર દ્વારા તત્કાળ અંતિમ સંસ્કારનો ઈન્કાર

મુંબઈ -  ઈરાન-ઈઝરાયેલ યુદ્ધમાં દરિયામાં જહાજ પર હુમલો થતાં મૃત્યુ પામેલા મુળ દિવના અને હાલ મુંબઈના  કાંદિવલીમાં રહેતા યુવક દીક્ષિત સોલંકીના  પાર્થિવ દેહના કેટલાક અવશેષો  મુંબઈમાં દીક્ષિતના પરિવારને મોકલાયા હતા.  જોકે, દીક્ષિતના પરિવારે તત્કાળ અંતિમ સંસ્કાર કરવાને બદલે ડીએનએ પરીક્ષણની માંગ કરતાં બોમ્બે હાઈકોર્ટે આ મુદ્દે શિપિંગના નાયબ મહાનિર્દેશકનો જવાબ માગ્યો છે. 

ગઈ પહેલી  માર્ચના રોજ ઓમાન કિનારે વિસ્ફોટકોથી ભરેલી ડ્રોન બોટ ઓઇલ ટેન્કર એમટી એમકેડી વ્યોેમ સાથે અથડાયા બાદ ૪ માર્ચના રોજ દીક્ષિત સોલંકીનું મોત થયું હતું. ઈરાન પર યુએસ-ઇઝરાયલના સંયુક્ત હુમલા બાદ ૨૮ ફેબુ્રઆરીએ ફાટી નીકળલી લડાઈમાં મૃત્યુ પામેલો તે સૌથી પ્રથમ ભારતીય હોવાનું કહેવાય છે. 

તેમના પિતા અમૃતલાલ અને બહેન મિતાલીએ ગયા અઠવાડિયે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને કેન્દ્ર સરકારને તેમના પાથવ શરીરને ભારત લાવવા માટે નિર્દેશ આપવાની માંગ કરી હતી. તેમની અરજીમાં અધિકારીઓ તરફથી સ્પષ્ટતાનો અભાવ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

સોમવારે, તેમના વકીલેમુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખર અને ન્યાયાધીશ ગૌતમ અંકડની બેન્ચને જણાવ્યું હતું કે નશ્વર અવશેષો રવિવારે ભારતમાં પહોંચ્યા હતા, પરંતુ સ્વદેશ પરત મોકલવાની કામગીરી સંભાળતી કંપનીએ પરિવારને પહેલા એફઆઈઆર નોંધવા અને ડીએનએ ટેસ્ટ કરાવવા કહ્યું હતું.કોઈ  મૃતદેહ નથી તેથી ઓળખ શક્ય નથી. બળી ગયેલા હાડકાંના ફક્ત ચાર કે પાંચ ટુકડા છે. પરિવાર અંતિમ સંસ્કાર કરી શકે તે માટે ડીએનએ ટેસ્ટ જરૃરી છે,એમ કહ્યું હતું.

 વકીલે  જણાવ્યું હતું કે ૧ માર્ચે જહાજ પર હુમલો થયો ત્યારથી પરિસ્થિતિને જે રીતે સંભાળવામાં આવી હતી તે જોતાં શંકા હતી તેથી ડીએનએ ટેસ્ટ જરૃરી હતો.

અરજદારોએ સોમવારે એફઆઈઆર નોંધવા અને નશ્વર અવશેષોના ડીએનએ પરીક્ષણનો આદેશ આપવા માટે વચગાળાની અરજી દાખલ કરી હતી.

 વકીલે પાંચ એપ્રિલના રોજ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ શિપિંગ દ્વારા અરજદારને મોકલવામાં આવેલા ઇમેઇલ સંદેશાવ્યવહાર તરફ  અદાલતનું ધ્યાન દોર્યું હતું  આ મેસેજમાં શિપિંગ કંપનીને પરિવારને તમામ સહાય આપવા જણાવ્યું હતું. વકીલે કહ્યું હતું કે આ માટે જરુરી છે કે  ડીએનએ પરીક્ષણ વહેલી તકે કરવામાં આવે.

બેન્ચે જાણવા માંગ્યું કે આવા કેસોમાં સામાન્ય રીતે કઈ પ્રક્રિયા અપનાવવામાં આવે છે. ત્યારબાદ તેણે આ મામલાની વધુ સુનાવણી મંગળવારે મુલતવી રાખી અને આ મુદ્દે ડેપ્યુટી ડિરેક્ટર જનરલ શિપિંગ પાસેથી જવાબ માંગ્યો છે.

હાઈકોર્ટમાં કરેલી અરજીમાં સોલંકી પરિવારે એવી પણ માંગ કરી છે કે તમામ તપાસ અને ફોરેન્સિક રેકોર્ડ તેમની સાથે શેર કરવામાં આવે.

આ અરજી વિદેશ મંત્રાલય, બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય, શિપિંગ મહાનિર્દેશાલય અને એમટી એમકેડી વ્યોમ જહાજ ની કંપની વી શિપ્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સામે દાખલ કરવામાં આવી છે. 

અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે મૃત્યુ પછી પણ વ્યક્તિ માટે ગૌરવનો મૂળભૂત અધિકાર  યથાવત રહે છે.ે અને તેથી, અધિકારીઓની ફરજ છે કે તેઓ નશ્વર અવશેષો સમયસર પરિવારને પરત કરે. તે દરિયાઈ નિયમો અને માર્ગદશકા હેઠળ કાનૂની જવાબદારીઓ પર પણ આધાર રાખે છે જેમાં દરિયામાં મૃત્યુના કિસ્સામાં યોગ્ય સંચાલન અને સ્વદેશ પરત મોકલવાની જરૃર હોય છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે,  અરજદારોને ભારતના બંધારણની કલમ ૨૧ હેઠળ મૃતક પરિવારના સભ્યના નશ્વર અવશેષો મેળવવા અને ધામક વિધિઓ કરવાનો અધિકાર છે.

-