Mumbai

ધો.૧૦ની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ સોમવારથી ભરી શકાશે

By GS TEAM
14 Sep 20251 min read
ધો.૧૦ની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ સોમવારથી ભરી શકાશે

મહારાષ્ટ્ર બોર્ડે સૂચના બહાર પાડી

હવે વિદ્યાર્થીઓને ટાઈમટેબલની પ્રતીક્ષા

મુંબઇ -  મહારાષ્ટ્ર બોર્ડ દ્વારા ફેબુ્રઆરી-માર્ચ ૨૦૨૬માં લેવામાં આવનારી ધો.૧૦ની પરીક્ષાના ફોર્મ ૧૫ સપ્ટેમ્બરથી છઠ્ઠી ઑક્ટોબર દરમ્યાન ભરી શકાશે. વિદ્યાર્થીઓએ શાળાના માધ્યમે ઓનલાઈન જ ફોર્મ ભરવાના રહેશે.

આ પરીક્ષા માટે રેગ્યુલર વિદ્યાર્થીઓ, પુનઃપરીક્ષાર્થીઓ, ખાનગી ઉમેદવાર, બેટરમેન્ટ, એકાદ-બે વિષય વાળા તેમજ આઈટીઆઈ (ટ્રાન્સફર ઓફ ક્રેડિટ)ના વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.રેગ્યુલર વિદ્યાર્થીઓએ આ પ્રક્રિયા 'યુડાયસ પ્લસ'ના પેન-આઈડીથી ઓનલાઈન પદ્ધતીએ સંબંધિત જૂનિયર કોલેજ મારફત કરવાની હશે.