Get The App

મહારાષ્ટ્રમાંથી અખાતી દેશોમાં કાંદાની નિકાસમાં 45 ટકા ઘટાડો

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
મહારાષ્ટ્રમાંથી અખાતી  દેશોમાં કાંદાની નિકાસમાં 45 ટકા ઘટાડો 1 - image

લોકલ માર્કેટમાં કાંદાના ભાવ ધટયા 

ઈરાન ઈઝરાયેલ યુદ્ધના કારણે નિકાસ ઘટી, બીજી તરફ કન્ટેનર ટ્રાન્સપોર્ટેશન મોંઘું

મુંબઇ -  અમેરિકા- ઇરાનના યુદ્ધની માઠી અસર મહારાષ્ટ્રમાંથી થતી કાંદાની નિકાસ પર થઇ છે. ખાસ કરીને અખાતના દેશોમાં કાંદાની નિકાસમાં ૪૫ ટકા ઘટાડો થયો છે.

યુદ્ધની  સ્થિતિમાં કન્ટેનરોના ટ્રાન્સ્પોર્ટેશન ખર્ચમાં જંગી વધારો થયો છે. એક તરફ નિકાસ ઘટી છે અને ખર્ચ વધી ગયો છે. નિકાસકારોએ માર્ચ ૨૦૨૬માં ૩૫૦ કન્ટેનરો ભરીને કાંદાની અખાતના દેશોમાં નિકાસ કરી હતી. જ્યારે માર્ચ ૨૦૨૫માં કાંદાના ૬૦૦ કન્ટેનરો અખાતના દેશોમાં મોકલવામાં આવ્યાં હતાં.

કૃષિમાલ નિકાસકાર સંગઠનના ઉપાધ્યક્ષ વિકાસ સિંહે જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે કાંદાની નિકાસમાં ૩૫ ટકા ઘટાડો થયો છે. કાંદાની નિકાસ ઘટતા મહારાષ્ટ્રના સૌથી મોટા કાંદા ઉત્પાદન મથક લાસલગાંવમાં કાંદાના ભાવ ગગડવા માંડયા છે. માર્ચ ૨૦૨૬માં ઉનાળું કાંદાનું વેચાણ ૧૫૦૦ રૃપિયે ક્વિન્ટલ જ્યારે લાલ કાંદાનું ૧૪૧૭ રૃપિયે ક્વિન્ટલના ભાવે વેચાણ થયું હતું. જ્યારે ગયા વર્ષે માર્ચ ૨૦૨૫માં ઉનાળું કાંદા ૨૬૨૭ રૃપિયા અને લાલ કાંદા ૩૧૦૧ રૃપિયે ક્વિન્ટલના ભાવે વેંચાયા હતા.