Get The App

ચૂંટણીમાં અધિકારીઓને કાર્યપાલક મેજિસ્ટ્રેટના કાર્ય કરવા ફરજ સોંપાઈ

Updated: Apr 9th, 2026

GS TEAM

Google News
Google News
ચૂંટણીમાં અધિકારીઓને કાર્યપાલક મેજિસ્ટ્રેટના કાર્ય કરવા ફરજ સોંપાઈ 1 - image

જિલ્લામાં મનપા, પાલિકા અને પંચાયતની ૨૬મીએ ચૂંટણી

જડતી લેવા, દસ્તાવેજ વગેરે કબજે લેવા સહિતની સત્તા હુકમ એનાયત

ભાવનગર -  ભાવનગર જિલ્લામાં મહાપાલિકા, પાલિકા અને પંચાયતની આગામી ૨૬મીએ ચૂંટણી યોજાનાર હોય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી સહિતના અધિકારીઓને કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકે કાર્ય કરવા ફરજ સોંપવામાં આવી છે.

ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટે જે-તે વિસ્તાર માટે નિમેલા ચૂંટણી અધિકારીઓને નિશ્ચિત સમયગાળા માટે બીએનએસની કલમ ૪૧, ૧૦૮, ૧૦૯, ૧૪૮, ૧૬૩ હેઠળ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે કાર્ય કરવાનું રહેશે. નિયુક્ત કરાયેલા ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારીઓ, ઝોનલ અધિકારીઓ, ખાસ ઝોનલ અધિકારીઓ, રિઝર્વ ઝોનલ અધિકારીઓ, સેક્ટર મેજિસ્ટ્રેટોને ૨૮મી એપ્રિલના રોજ મતગણતરી પૂર્ણ થાય ત્યાં સુધી ખાસ અધિકારી એનાયત કરાયા છે. જેમાં પકડવા બાબત, હાજરીમાં જડતી લેવા, દસ્તાવેજ વગેરે કબજે લેવા, મુલકી દળનો ઉપયોગ કરી મંડળીઓ વિખેરવા, ત્રાસદાયક બાબતો કે ભયના સંદેશાના તાકીદના સંજોગોમાં હુકમ કરવાની સત્તા સોંપાઈ છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અધિકારીઓની નિમણૂકોમાં ફેરબદલી/સુધારા થાય તો બદલી/સુધારાથી આવનાર અધિકારી/કર્મચારીને પણ આ હુકમ આપોઆપ લાગું પડશે.