Get The App

કોઈપણ સ્થળે નમાજ પઢવી એ ધાર્મિક અધિકાર નથીઃ હાઈકોર્ટ

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
કોઈપણ સ્થળે નમાજ પઢવી એ ધાર્મિક અધિકાર નથીઃ હાઈકોર્ટ 1 - image

ધર્મ કરતાં સુરક્ષા વધારે મહત્વની છે

મુંબઈ એરપોર્ટ નજીક નમાજ પઢવા  મંજૂરી આપવાની ઓટો અને કેબ  ડ્રાઈવરોની અરજી હાઈકોર્ટે ફગાવી

મુંબઈ - સુરક્ષા ધર્મ કરતાં વધુ મહત્વ ધરાવે છે. કોઈપણ સ્થળે નમાજ પઢવી  એ ધાર્મિક અધિકાર નથી  એમ બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે જણાવ્યું હતું. રમઝાન દરમિયાન શહેરના એરપોર્ટ નજીક હાલમાં તોડી પાડવામાં આવેલા કામચલાઉ શેડના સ્થળે નમાઝ પઢવા માંગતા ટેક્સી અને ઓટો-રિક્ષા ચાલકોને કોઈપણ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.

ન્યાયાધીશ બીપી કોલાબાવાલા અને ફિરદોશ પૂનીવાલાની બેન્ચે નોંધ્યું હતું કે રમઝાન ઇસ્લામનો અભિન્ન ભાગ હોવા છતાં, તેના અનુયાયીઓ પવિત્ર મહિના દરમિયાન કોઈપણ જગ્યાએ, ખાસ કરીને એરપોર્ટની નજીક જ્યાં સુરક્ષાની ચિંતાઓ વધુ હોય ત્યાં નમાઝ (પ્રાર્થના) અદા કરવાનો ધામક અધિકાર હોવાનો દાવો કરી શકાય નહીં. 

એરપોર્ટ સુરક્ષાના પાસા પર વારંવાર ભાર મૂકતા, હાઇકોર્ટે કહ્યું કે તે સાવધાની રાખવાની વાતને  અવગણી શકાય નહિ. 

કોર્ટ ટેક્સી-રિક્ષા ઓલા-ઉબેર મેન્સ યુનિયન દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી . અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (સીએસએમટી) ની નજીકમાં એક કામચલાઉ શેડ છે જ્યાં તેઓ પ્રાર્થના કરતા હતા . આ શેડ ગયા વર્ષે અધિકારીઓ દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો.

અરજીમાં માંગ કરવામાં આવી હતી કે તેમને તે જ જગ્યાનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે અથવા તે જ વિસ્તારમાં બીજી જગ્યા ફાળવવામાં આવે જ્યાં તેઓ નમાઝ અદા કરી શકે.

 ગયા અઠવાડિયે, કોર્ટે પોલીસ અને એરપોર્ટ સત્તાવાળાઓને અરજદારોને બીજી કોઈ જગ્યા ફાળવી શકાય કે કેમ તે અંગે વિચારણા કરવાનો નિર્દેશ આપ્યો હતો.

ગુરુવારે, અધિકારીઓએ એક અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે સાત અન્ય સ્થળોનો સર્વે કરવામાં આવ્યો હતો, પરંતુ ભીડ, સુરક્ષા ચિંતાઓ અને એરપોર્ટ વિકાસ યોજનાની મર્યાદાઓને કારણે અરજદારોને પ્રાર્થના કરવા માટે ફાળવવા માટે કોઈ યોગ્ય જણાયું નથી.

રિપોર્ટનો અભ્યાસ કર્યા પછી, કોર્ટે અવલોકન કર્યું કે તે અરજદારોને કોઈ રાહત આપી શકે નહીં કારણ કે આ મુદ્દો એરપોર્ટની સુરક્ષા સાથે સંબંધિત છે.કોર્ટે કહ્યું કે અરજદારોએ બીજી કોઈ જગ્યા શોધવી પડશે અને નોંધ્યું કે  ઈચ્છિત સ્થળથી એક કિલોમીટરની અંદર એક મદરેસા (ઇસ્લામિક શાળા) છે જ્યાં તેઓ નમાઝ પઢી શકે છે.

હાઇકોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે અરજદારો એરપોર્ટની નજીક બંદગીની  જગ્યાનો આગ્રહ સેવી શકે નહિ કારણ કે સલામતીના મુદ્દાઓ સંકળાયેલા છે. એરપોર્ટ નજીક ( બંદગી કરવા માટે) માળખું બનાવવાનો કોઈ પ્રશ્ન જ નથી. ધર્મ હોય કે અન્યથા - સુરક્ષા પહેલા આવે છે. દરેક વ્યક્તિ પોતાનો ધર્મ ગમે તે હોય, આ એરપોર્ટ પરથી મુસાફરી કરે છે,એમ કોર્ટે નોંધ્યું હતું.જ્યારે સુરક્ષાની વાત આવે છે, ત્યારે કોઈ સમાધાન થઈ શકે નહીં, એમ બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું.

 અમે દુનિયામાં ક્યાંય આવું કંઈ જોયું નથી. એરપોર્ટની નજીક આવું કંઈ ન હોઈ શકે,એમ કોર્ટે આગળ અવલોકન કર્યું હતું. બેન્ચે ઉમેર્યું હતું કે અરજદારો એક જ સ્થળે નમાજ અદા કરવાનો અધિકાર તરીકે દાવો કરી શકતા નથી.

 તમે (અરજીકર્તાઓ) સ્થળ નક્કી ક ન કરી શકો.  કાલે તમે કહેશો કે તમે ઓવલ મેદાન (દક્ષિણ મુંબઈમાં એક મનોરંજન મેદાન) ની વચ્ચે ઊભા રહીને પ્રાર્થના કરવા માંગો છો. તે શક્ય નથી,એમ તેમાં કહેવામાં આવ્યું છે.

બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે  પોતે સમજે છે કે રમઝાન અરજદારોના ધર્મનો અભિન્ન ભાગ છે,  પરંતુ સાથે સાથે કોઈપણ સ્થળે નમાઝ અદા કરવી એ ધામક અધિકાર નથી.કોઈ તમને દિવસમાં પાંચ વખત નમાજ પઢવાથી રોકી રહ્યું નથી, પરંતુ  ક્યાંય પણ નમાજ ન પઢી શકાય. સુરક્ષાની ચિંતાઓ ગંભીર છે,એમ હાઈકોર્ટે જણાવ્યું હતું.

બેન્ચે કહ્યું કે જ્યારે તે હાલમાં કોઈ રાહત આપી શકે નહીં, ત્યારે અરજદારો ભવિષ્યમાં ટમનલ વન  બિલ્ડિંગનો પુનવકાસ થાય ત્યારે જગ્યા ફાળવવા માટે એરપોર્ટ સત્તાવાળાઓને રજૂઆત સબમિટ કરવાનું વિચારી શકે છે.