Mumbai

પીએમ મોદી પર વાંધાજનક પોસ્ટ : તેજસ્વી યાદવ વિરુધ્ધ એફઆઈઆર

By GS TEAM
24 Aug 20251 min read
પીએમ મોદી પર વાંધાજનક પોસ્ટ : તેજસ્વી યાદવ વિરુધ્ધ એફઆઈઆર

ગઢચિરોલીના ભાજપના ધારાસભ્યએ આરજેડી નેતા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી

મુંબઈ -  વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે કથિત વાંધાજનક પોસ્ટ ટ્વિટ કરવા બદલ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસે બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ વિરુધ્ધ કેસ નોંધ્યો છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે 'ગઢચિરોલી ભાજપ ધારાસભ્ય મિલિંદ નરોટેએ આરજેડી નેતા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે કહ્યું કે વિધાનસભ્ય મિલિંદે તેમની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે યાદવ બિહારની ગયાની મુલાકાત પહેલાં એક્સ પર પીએમ વિરુધ્ધ વાંધાજનક ટિપ્પણી પોસ્ટ કરી હતી.

આ મામલામાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૯૬, ૩૫૬, ૩૫૨, ૩૫૩ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.