Get The App

ક્રુઝ શિપ રેવ પાર્ટી માટે સેનિટરી પેડમાં ડ્રગ્સ સંતાડીને લઈ ગઈ હતી નુપુર સારિકા

Updated: Oct 5th, 2021

GS TEAM


Google News
Google News
ક્રુઝ શિપ રેવ પાર્ટી માટે સેનિટરી પેડમાં ડ્રગ્સ સંતાડીને લઈ ગઈ હતી નુપુર સારિકા 1 - image

મુંબઈ,તા.5 ઓકટોબર 2021,મંગળવાર

મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રુઝ શીપ પર ડ્રગ્સ સાથે પકડાયેલા સુપર સ્ટાર શાહરુખખાનના પુત્ર આર્યનખાન સહિતના 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

એનસીબી દ્વારા શીપ પર દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ પૈકી મુનમુન ધામેચા એમપીના સાગર જિલ્લાની રહેવાસી છે. તે મોડેલ છે અને તેની રેમ્પ વોક કરતી તસવીરો સોશિયલ મીડિયા પર છે.

નુપુર સારિકા પણ આ પાર્ટીમાં પકડાઈ હતી, તે ટીચર છે અને તેને અન્ય એક આરોપી મોહકે ડ્રગ્સ આપ્યુ હતુ. તે ડ્રગ સેનિટરી પેડમાં છુપાવીને નુપુર શિપ પર પહોંચી હતી.

અન્ય એક ઈસ્મિત સિંહ દિલ્હીનો રહેવાસી છે અને તે પાર્ટીઓનો શોખીન છે. તેની પાસેથી 14 એક્સટસી પિલ્સ મળી છે.

દિલ્હીનો વિક્રાંત ચોકર પણ પકડાયો છે અને તેની પાસેથી પણ પાંચ ગ્રામ મેફેડ્રોન, 10 ગ્રામ કોકેન મળ્યુ છે.

ગોમિત ચોપડા દિલ્હીનો મોટો મેક અપ આર્ટિસ્ટ છે, મોટી મોટી સેલિબ્રેટી તેને મેક અપ કરવા માટે બોલાવે છે. ગોમિત આઈ લેન્સના બોક્સમાં ડ્રગ્સ લઈને આવ્યો હતો. તેની પાસેથી કોકિન મળ્યુ હતુ.

અરબાઝ મર્ચન્ટ શાહરૂખખાનના પુત્ર આર્યન ખાનનો સ્કૂલનો દોસ્ત છે. તે બંને પહેલા પણ પાર્ટી કરી ચુકયા છે. રેવ પાર્ટી માટે તેને ક્રુઝ પર કોમ્પ્લીમેન્ટરી રૂમ અપાયો હતો.

શ્રેયસ નાયર આ રેવ પાર્ટીના ઈવેન્ટ મેનેજર પૈકીનો એક છે. આ પાર્ટીમાં જોકે તે જઈ શક્યો નહતો. ડ્રગ્સ સપ્લાયમાં તેનુ પણ નામ આવે છે.

Tags :