Get The App

સિદ્ધિવિનાયક મંદિરમાં હવે ફૂલ હાર અને પ્રસાદ લઇ જવાની છૂટ

Updated: May 21st, 2025

GS TEAM


Google News
Google News
સિદ્ધિવિનાયક મંદિરમાં  હવે ફૂલ હાર અને પ્રસાદ લઇ જવાની છૂટ 1 - image


ભારત- પાક વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિને લીધે પ્રતિબંધ મૂકાયો હતો

નાળિયર લઇ જવાની હજી પરવાનગી નથી

ભારત- પાક વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિને લીધે પ્રતિબંધ મૂકાયો હતો

મુંબઇ - ભારત- પાકિસ્તાન વચ્ચે યુદ્ધજન્ય સ્થિતિ સર્જાતા સલામતીના કારણસર પ્રભાદેવીના સિદ્ધિવિનાયક મંદિરમાં ફૂલ અને પૂજા સામગ્રી લઇ જવા પર મૂકવામાં આવેલો પ્રતિબંધ ઉઠાવવામાં આવ્યો છે. જો કે નાળિયર લઇ જવા પર બંધી યથાવત રાખવામાં આવી છે.

સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તોને ફૂલહાર અને પેડાનો પ્રસાદ અને પૂજાની સામગ્રી લઇ જવાની છુટ આપવામાં આવી છે. જ્યારે નાળિયર લઇ જવા પરનો પ્રતિબંધ હજી થોડા દિવસ અમલમાં રહેશે.

મંદિરની બહાર ફૂલહાર અને પ્રસાદ વેંચતા સ્ટોલધારકોએ પૂજાની સામગ્રી પરની બંધી ઉઠાવી લેવાની માગણી કરી હતી. આખરે દસ દિવસ બાદ આ વિક્રેતાઓની સિધ્ધિવિનાયક ટ્રસ્ટના અધ્યક્ષ સદા સરવણકર સાથે બેઠક યોજવા બાદ વિક્રેતાઓને શરતી પરવાનગી આપવામાં આવી હતી.

સિદ્ધિવિનાયક મંદિર આતંકવાદીઓના ટાર્ગેટ પર છે અને અગાઉ પણ મંદિરને ધમકી મળી ચૂકી છે એટલે મંદિરની ફરતે જડબેસલાખ સલામતી બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.


Tags :