અભિનેત્રીએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો ત્રણ વરસ પહેલા શૂટ કર્યોની સ્પષ્ટતા કરી
મુંબઇ - નોરા ફતેહી અને સંજય દત્ત હાલ રિલીઝ થયેલા પ્રીત સરકે ચુનરના વિવાદમા ંસપડાયા છે. દરેક ભાષામાંના આ ગીત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. નોરા ફતેહીએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, મૂળ તો આ ગીત કન્નડ ભાષામાં બનાવવામાં આવ્યું હતુ.ં તેનું હિંદીમાં ખોટી રીતે ભાષાંતર કરવામાં આવ્યું છે. તેમજ હિંદીમાં ટ્રાન્સલેશન કરતી વખતે મને જણાવામાં આવ્યું નહોતું. આ હિંદી ગીતથી અજાણ છું.મારી મંજૂર વગર અને એઆઇ ઇમેજની મદદ સાથે રિલીઝ કરવામાં આવ્યું છે. હું પણ મારું આ ગીત સાંભળીને ચોંકી ગઇ હતી. જોકે મને હિંદી ભાષા પણ વધુ સમજ પડતી નથી. તેમ છતાં પણ મને આ ગીત વિવાદાસ્પદ લાગ્યું હતું. મેં ડાયરેકટરને કહ્યું હતું કે, મને આ ગીત બરાબર લાગતું ન હોવાથી હું તેને પ્રમોટ કરીશ નહીં. મારી ઇમેજ અને રેપ્યુટેશન દાવ પર લાગી હતી.
આ ફિલ્મમાં સંજય દત્ત કામ કરી રહ્યો હતો. તેની સાથે કામ કરવા માટે હું ના પાડી શકી નહોતી. જ્યારે હું આ ગીતનું શૂટિંગ કરી રહી હતી ત્યારે ગીતના ભાષાંતરથી હું અજાણ હતી. હું કન્નડ ભાષા સમજતી ન હોવાથી તેમણેે જે પણ કહ્યું તે માની લીધું હતું.
નોરા ફતેહીએ ગીતના ભાષાંતર માટે મેકર્સ પર ગંભીર આરોપ મુક્યો છે. તેમણે મારા અપ્રુવલ વિના વીડયિો બનાવ્યો અને મારી અને સંજય દત્તની તસવીરો બનાવી છે જે એઆઇ જનરેટેડ છે. હું પહેલાથી જ એઆઇના દુરુપયોગની વિરુદ્ધ છું.


