નોરા ફતેહી એરપોર્ટ પર રડતી રડતી દાખલઃ ચાહકોમાં ચિંતા
કોઈ અંગત સ્વજનનાં અવસાનની અટકળ
નોરા ફતેહીની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી પણ કોઈ પોતીકું ગુમાવ્યાની અટકળ
મુંબઇ - નોરા ફતેહી હાલમાં એરપોર્ટ પર રડતીજોવા મળી હતી. તે રડતી રડતી એરપોર્ટ પર દાખલ થઈ હતી. તેની સાથેના બોડીગાર્ડે એક ચાહકને ધક્કો માર્યો હતો અને નોરા કોઈ સાથે વાત કર્યા વિના કે પાપારાઝીને રિસ્પોન્સ આપ્યા વિના આગળ જતી રહી હતી.
આ સાથે જ નોરાની એક સોશિયલ મીડિયા પોસ્ટ પર પણ વાયરલ થઈ છે. તે ગૂઢાર્થમાં લખેલી છે. પરંતુ, જાણકારો એવું અર્ધઘટન વ્યક્ત કરી રહ્યા છે ેકે નોરાએ કોઈ પોતીતાં સ્વજનને ગુમાવ્યાની વેદના વ્યક્ત કરી છે. આ પોસ્ટ તથા રડતાં રડતાં એરપોર્ટમાં એન્ટ્રી પરથી ચાહકો માની રહ્યા છે કે તેના કોઈ સ્વજનને લગતા કોઈ માઠા સમાચાર આવ્યા હોય તે બનવા જોગ છે.
અનેક ચાહકોએ તેના માટે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. બીજી તરફ કેટલાય ચાહકોએ આવો વિડીયો વાયરલ કરવા બદલ પાપારાઝી ફોટોગ્રાફર્સની પણ ઝાટકણી કાઢી હતી. તેમણે લખ્યું હતું કે કોઈપણ સેલિબ્રિટીની અંગત વ્યથાની પળોને આમ વાયરલ કરવી જોઈએ નહિ. ક્યાંક તો આ બાબતે મર્યાદા આંકવી જ રહી તેમ તેમણે લખ્યુંં હતું.