કોર્ટમા દાખલ અવમાન યાચિકામાં કાર્યવાહી
લુધિયાના રિઅલ એસ્ટેટ કંપની સાથે ઠગાઈ કેસમાં મિલકત વેચવા પર મનાઈ
મુંબઈ - લિબાસના માલિક અને ફેશન ડિઝાઈનર રિયાઝ ગાંગજી સામે બોમ્બે હાઈ કોર્ટે બિનજામીનપાત્ર વોરન્ટ જારી કર્યું છે.
અનૈતિક પ્રવૃત્તિ આચરાઈ હોવાનું નિરીક્ષણ કરીને કોર્ટે ગાંગજી અને તેમની કંપની સામે ચૂકવણી નહીં કરવા અને લુધિયાણા સ્થત રિઅલ એસ્ટે કંપની સાથે કરોડોની ઠગાઈ કરવાના કેસમાં સામે દાખલ કરાયેલી અવમાન અરજીમાં કોર્ટમાં તેમની હાજરીની ખાતરી કરવાનો મુંબઈ પોલીસને નિર્દેશ અપાયો છે.
કોર્ટે પ્રતિબંધ લાદતો આદેશ આપીનેકંપની અને તેના ડિરેક્ટરને કોઈ પણ રીતે સ્થાવર કે જંગમ મિલકતનો વ્યવહાર કરવા કે વેચવાની મનાઈ કરી છે.
અગાઉ પણ રિયાઝ ગાંગજી સામે ચૂકવણી નહીં કરવાનો વિવાદ થયો છે જેમાં તેમની અને તેમની પત્ની સામે મુંબઈ પોલીસે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો.


