Get The App

જાહ્નવી કપૂરનાં લગ્નની કોઈ તારીખ હજુ નક્કી થઈ નથી

Updated: May 4th, 2026

GS TEAM

Google News
Google News
જાહ્નવી  કપૂરનાં લગ્નની કોઈ તારીખ હજુ નક્કી થઈ નથી 1 - image

પિતા બોની કપૂરે તારીખ અંગેની અટકળો  ફગાવી  

જાહ્નવી અને શિખર આગામી સપ્ટેમ્બરમાં લગ્ન કરી લેવાનાં  હોવાની ચર્ચા પ્રસરી હતી    

મુંબઈ -  જાહ્નવી કપૂર અને શિખર પહાડિયા આગામી સપ્ટેમ્બર કે ઓક્ટોબર માસમાં લગ્ન કરી રહ્યાં હોવાની વાતો છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઈ રહી છે. જોકે, હવે જાહ્નવીના પિતા બોની કપૂરે આ બાબતે મૌન તોડતાં કહ્યું છે કે જાહ્નવીનાં લગ્નની કોઈ તારીખ હજુ નક્કી થઈ નથી. 

જાહ્નવી અને શિખર  લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યાં છે. બંને કેટલાય સમયથી અનેક સામાજિક, પારિવારિક પ્રસંગોમાં, ફેમિલી ટ્રીપ પર કે પછી તિરુપતિ બાલાજીનાં દર્શન જેવા સમયે પણ સાથે જ દેખાય છે. જોકે, બંનેનાં લગ્ન ક્યારે થશે તે અંગે અટકળો સતત ચાલતી રહે છે. 

બોલિવુડમાં કે સાઉથમાં પણ જાહ્નવીની કેરિયર ધાર્યા ટ્રેક પર આગળ વધતી નથી. આ સંજોગોમાં હવે  જાહ્નવી અને શિખર આ વર્ષે પરણી જશે તેવી  વાત ફેલાઈ હતી.