Get The App

મુંબઈમાં 14.9 ડિગ્રી સાથે રાત વધુ ઠંડી બનીઃ જેઉરમાં 5 ડિગ્રી

Updated: Dec 12th, 2025

GS TEAM

Google News
Google News
મુંબઈમાં 14.9 ડિગ્રી સાથે રાત વધુ ઠંડી બનીઃ જેઉરમાં 5 ડિગ્રી 1 - image

મહાબળેશ્વર કરતાં નાસિક વધારે ઠંડુગાર

મુંબઈમાં જોકે, દિવસ દરમિયાન સાધારણ ગરમીનો અનુભવ

મુંબઈ -  મુંબઈમાં છેલ્લા ૨૪ કલાકમાં ઠંડીમાં વધારો થયો છે.  સાંતાક્રુઝ વેધશાળા ખાતે વિતેલા ૨૪ કલાકમાં લઘુત્તમ તાપમાન ૧૪.૯ ડિગ્રી નોંધાયું હતું. મહારાષ્ટ્રમાં જેઉર પાંચ ડિગ્રી તાપમાન સાથે સતત બીજા દિવસે રાજ્યનું સૌથી ઠંડું સ્થળ બન્યું  હતું.  

મુંબઈમાં જોકે દિવસ દરમિયાન સાધારણ ગરમીન અનુભવ  થાય છે. સાંતાક્રુઝમાં દિવસનું તાપમાન ૩૨.૫ ડિગ્રી તથા કોલાબામાં દિવસનું તાપમાન ૩૩ ડિગ્રી નોંધાયું હતું. 

રાજ્યમાં મધ્ય તથા ઉત્તર મહારાષ્ટ્રમાં ગ્રામ્ય વિસ્તારોમાં શિયાળાની અસલી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. નાસિકમાં લઘુત્તમ તાપમાન ૭.૮ ડિગ્રી નોંધાયું હતું. હિલ સ્ટેશન મહાબળેશ્વર ખાતે લઘુત્તમ તાપમાન ૧૨.૨ ડિગ્રી રહ્યું હતું. આમ મહાબળેશ્વર કરતાં પણ નાસિકમાં વધારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. 

રાજ્યમાં દસ ડિગ્રી કરતાં ઓછું તાપમાન નોંધાયું હોય તેવાં શહેરોમાં અહમનદનગર ૭.૩ ડિગ્રી, જલગાંવ ૬.૯, માલેગાંવ ૮.૪ તથા સતારા ૯.૪ ડિગ્રીનો સમાવેશ  થાય છે. 

હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં કોલ્ડ વેવની આગાહી કરી નથી. જોકે, રાજ્યના ઘણાખરા વિસ્તારોમાં ઠંડીનું વાતાવરણ યથાવત રહેશે તેમ જણાવાયું છે.