Get The App

દિલ્હી-મુંબઇ બસમાંથી રૃા.7 કરોડના ડ્રગ્સ સાથે નાઇજિરિયન મહિલાની ધરપકડ

Updated: Jun 21st, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હી-મુંબઇ બસમાંથી રૃા.7 કરોડના ડ્રગ્સ સાથે નાઇજિરિયન મહિલાની ધરપકડ 1 - image


રેવ પાર્ટીઓમાં વપરાતું  એમ્ફેટામાઈન અને એક્સ્ટસી ડ્રગ મળ્યાં

બસનો પીછો કરી બાંદરામાં આંતરી - ટ્રોલી બેગમાં ફૂડ પેકેટ (ઓટ્સ) અને જ્યુસ ટ્રેટા પેકમાં  છુપાવ્યું હતુ

મુંબઇ   - ડિરેકટોરેટ ઓફ રેવન્ય ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ દિલ્હીથી મુંબઇ બસમાં પ્રવાસ કરતી એક નાઇજિરિયન મહિલાને અંદાજે રૃા.સાંત કરોડના ડ્રગ્સ સાથે ઝડપી લીધી છે. વિદેશી મહિલા પાસેથી રેવ પાર્ટી માટેપ્રચલિત એન્ફેટામાઇન અને એકસ્ટસી નશીલો પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. આ ગુનામાં એક મોટી આંતરરાષ્ટ્રીય ગેંગ સંડોવાયેલી છે. આ રેકેટમાં સામેલ અન્ય આરોપીઓને પકડવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિલ્હીથી મુંબઇ બસમાં પ્રવાસ કરી રહેલા વિદેશી મહિલાની બેગમાં મોટી માત્રામાં ડ્રગ્સ હોવાની માહિતી ડીઆરઆઇના અધિકારીઓને મળી હતી. જેના આધારે  બસનો પીછો કરવામાં આવ્યો હતો.

બાંદરામાં કલાનગર બસ સ્ટેન્ડ નજીક મહિલાને પકડીને તેની ટ્રોલી બૅગની તપાસ કરવામાં આવી હતી. તેની બૅગમાં ફૂડ પેકેટ (ઓટ્સ) અને જ્યુસ  ટ્રેટા પેકમાં છુપાવવામાં આવેલી ૨.૫૬ કિલો એમ્ફેટામાઇન અને ૫૮૪ ગ્રામ એકસ્ટસી નશીલી ગોળી મળી આવી હતી. તપાસ એજન્સીથી બચવા માટે માદક   દ્રવ્યોને  કુશળતાપૂર્વક ટ્રોલી બૅગમાં છુપાવવામાં આવ્યા હતા.

આ ડ્રગ્સ તેની ઉતેજક અસરને કારણો રેવપાર્ટીઓમાં પ્રચલિત છે.

આરોપી મહિલાએ કબૂલ્યું હતું કે તેણે પૈસા માટે દાણચોરી કરી હતી. ડીઆરઆઇ દ્વારા કરવામાં આવેલી પૂછપરછ  દરમ્યાન તેણે કહ્યું કે મુખ્ય આરોપી પાસેથી મોટી રકમ મળવાની હતી. પરંતુ તે પહેલા જ પકડાઈ ગઇ હતી.

આ ગુનામાં અન્ય આરોપીની સંડોવણીની જાણ થઇ છે. તેની ઓળખ કરવામાં આવી હોવાનું કહેવાય છે. આ કેસમાં તપાસ પ્રાથમિક  તબક્કામાં છે.આરેકેટના મુખ્ય સૂત્રધાર અને સાથીદારોને ઓળખવા તેમજ તેમની ધરપકડ કરવા માટે કામ ચાલી રહ્યું છે, કેટલાક આરોપીઓ વિદેશમાં હોવાની શંકા છે.

નાઇજિરિયન મહિલાથી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ  (એનડીપીએસ) એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

અગાઉ ડીઆરઆઇએ એકસ્ટસી દાણચોરીના કેસમાં બોરીવલી વિસ્તારના એક યુવકની ધરપકડ કરી હતી. કસ્ટમ્સ વિભાગથી માહિતી મળી હતી કે બેલ્જિયમથી આંતરરાષ્ટ્રીય પાર્સલમાં ડ્રગ્સ મોકલવામાં આવ્યુ ંહતું. આ માહિતી  પરથી ગત ફેબુ્રઆરીમાં પાર્સલ જપ્ત કરવામાં આવ્યું હતું.


Tags :