Get The App

સોશિયલ મીડિયા પર સરકારની ટીકા કરી તો એક્શન લેવાશે, મહારાષ્ટ્રના સરકારી કર્મચારીઓ માટે નવું ફરમાન

Updated: Jul 29th, 2025

GS TEAM

Google News
Google News
સોશિયલ મીડિયા પર સરકારની ટીકા કરી તો એક્શન લેવાશે, મહારાષ્ટ્રના સરકારી કર્મચારીઓ માટે નવું ફરમાન 1 - image


તસવીર : IANS 

New Social Media Rules for Maharashtra Govt Staff : મહારાષ્ટ્રમાં હવેથી સરકારી કર્મચારીઓ રાજ્ય તથા કેન્દ્ર સરકાર, દેશના અન્ય રાજ્યોની સરકાર તથા ભૂતકાળની કોઈ પણ સરકારની ટીકા નહીં કરી શકે. મહારાષ્ટ્રની NDA સરકારે સરકારી કર્મચારીઓના સોશિયલ મીડિયાને લઈને ગાઈડલાઇન જાહેર કરી છે. કર્મચારીઓને કડક નિર્દેશ અપાયા છે કે વ્યક્તિગત અને સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ અલગ અલગ રાખવા પડશે. નિયમોનું ઉલ્લંઘન કરતાં કર્મચારીઓ વિરુદ્ધ મહારાષ્ટ્ર સિવિલ સેવા આચરણ નિયમ 1979 હેઠળ કાર્યવાહી કરાશે. 

ન્યૂઝ એજન્સી PTIના અહેવાલ અનુસાર સરકારે આદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયાનો ખોટો ઉપયોગ સાંખી લેવામાં આવશે નહીં. જો કોઈ કર્મચારી રાજકીય ઘટનાક્રમ વિશે સોશિયલ મીડિયામાં કોઈ પોસ્ટ કે કોમેન્ટ કરશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 


અન્ય કયા નિયમોનું પાલન કરવું પડશે 

1. કોઈ પણ પ્રતિબંધિત વેબસાઈટ કે ફોન એપનો ઉપયોગ કરી શકશે નહીં 

2. જે કર્મચારીઓની અનુમતિ અપાઈ છે તેઓ જ સરકારી યોજનાઓની જાણકારી શેર કરી શકશે 

3. સરકારી યોજનાઓની સફળતા પર પોસ્ટ કરી શકાય પરંતુ સેલ્ફ પ્રમોશન એટલે કે પોતાના વખાણ ન કરવા 

4. મંજૂરી વિના કોઈ પણ સરકારી દસ્તાવેજ સોશિયલ મીડિયા પર અપલોડ કરવા નહીં 

5. બદલી થાય ત્યારે સોશિયલ મીડિયા હેન્ડલથી જાણકારી આપવી 


Tags :