ઇશા દેઓલના ભૂતપૂર્વ પતિ ભરત તખ્તાનીના જીવનમાં નવા પ્રેમિકાની એન્ટ્રી

યુગલે સ્પેનમાં મોજમસ્તી કરતાની તસવીરો શેર કરીને સંબંધની પુષ્ટિ કરી
મુંબઇ - ધર્મેન્દ્ર -હેમા માલિનીની પુત્રીઇશા દેઓલના ભરત તખ્તાની સાથે લગ્નના ૧૧ વર્ષ પછી છુટાછેડા થઇ ગયા હતા. હવે ભરતે પોતાના જીવનમાં નવા પ્રેમની એન્ટ્રી થઇ હોવાની પુષ્ટિ કરતી તસવીર શેર કરી છે. ભરતે તે યુવતીનું નામ મેઘના લખાની જણાવ્યું છે અને તેમણે યૂરોપની સફરની તસવી શેર કરી છે. જેમાં ભરતે પોતાના પરિવારમાં મેધનાનું સ્વાગત કર્યાનું જણાવ્યું છે.
ભરતે મેઘના લાખાની સાથેની તસવીરો શેર કરતાં લખ્યું છે કે, મારા પરિવારમાં તારું સ્વાગત છે. જ્યારે મેઘનાએ પણ એક તસવીર શેર કરીને લખ્યું છે કે, જીવનની સફર અહીંથી શરૃ થઇ રહી છે. સાથે તેણે અનંતનું નિશાન એક દિલનું ઇમોજી પણલખ્યું છે. પોસ્ટ પરથી જાણવા મળે છે કે, આ તસવીર મૈડ્રિડ,સ્પેનમાં લેવામાં આવી હતી.
પિકચરમાં ભરત મેઘના સાથે આનંદમાં પોઝ દેતો જોવા મળી રહ્યો છે. બન્ને એકબીજાની કંપનીમાં ખુશ દેખાઇ રહ્યા છે.
થોડ ાસમય પહેલા જ ભરત અને ઇશા દેઓલે પરમાર્થ નિકેતનમાં સાર્વજનિક રીતે જોવા મળ્યા હતા. તેમણે પોતાના આધ્યાત્મિક ગુરુ સ્વામી ચિદાનંદ સરસ્વતી સાથે ગંગા આરતીમાં ભાગ લીધો હતો. આ યાત્રાની તસવીરો જોતા લોકોએ એટકળ બાંધી હતી કે બન્ને ફરી એક થઇ જશે. પરંતુ હવે ભરત અને મેઘનાની તસવીરો જોતાં લોકો આશ્ચર્યમાં પડી ગયા છે.








